ડાયમંડ સીટી સુરતના કામરેજની આ હોસ્પિટલમાં વિના મૂલ્યે કેમ્પ યોજાયો

ડાયમંડ સીટી સુરતના કામરેજની આ હોસ્પિટલમાં વિના મૂલ્યે કેમ્પ યોજાયો

News Continuous Bureau | Mumbai

સુરત જિલ્લાના કામરેજ તાલુકા વિસ્તારના આજુબાજુના ગામોના દર્દીઓની સારવાર માટે જાણીતું નામ એટલે ખોલવડ ખાતે આવેલી દિનબંધુ હોસ્પિટલ અગ્રતા ક્રમે આવે છે. જે હોસ્પિટલ ખાતે કડોદરા સિનીયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં આજુબાજુના ગામડા વિસ્તારના દર્દીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

Join Our WhatsApp Community

 A free camp was held at Dinbandhu Hospital, Kamrej, surat

કડોદરા વિભાગ સિનિયર સિટીઝન જન સેવા ટ્રસ્ટના માધ્યમથી વધતી જતી મોટી ઉંમરના કારણે હાડકા સહિત શારીરિક રોગના નિદાન માટેનો કેમ્પ કામરેજના ખોલવડ ખાતે આવેલી દિનબંધુ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો.આયોજિત કેમ્પમાં સ્થાનિક તબીબો ઉપરાંત વડોદરાના ઓર્થો સર્જન ડૉ.કલ્પિત પટેલ સહિતના તબીબો દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી. કડોદરા સીનીયર સીટીઝન ટ્રસ્ટની કામગીરી થી પ્રભાવિત થઈને ટ્રસ્ટને ₹.10 હજારનું દાન આપવામાં આવ્યું હતું.જે દાનની જાહેરાત ને પગલે ઉપસ્થિત આગેવાનો દ્વારા પણ દાનની સરવાણી વહાવતા ટ્રસ્ટીઓમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. નિશુલ્ક ચેકઅપ અને સારવાર કેમ્પનો લાભ મોટી સંખ્યામાં દર્દીઓએ લીધો હતો.

આ સમાચાર પણ વાંચો : કેરી રસિયા આનંદો.. વાશી APMC માર્કેટમાં હાપુસ કેરીનું વિક્રમી આગમન, ગુડી પડવા નિમિત્તે ભાવ પણ ઘટ્યા.. જાણો એક પેટીનો ભાવ..

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version