Site icon

PMFME: ફુડ પ્રોસેસિંગ સંલગ્ન નાના ઉદ્યોગો સાથે જોડાયેલા ઉદ્યોગ સાહસિકો માટે PMFME હેઠળ પોતાનો ઉદ્યોગ શરૂ કરવાની સુવર્ણ તક

PMFME: કેન્દ્ર સરકારની ફુડ મિનિસ્ટ્રી દ્વારા રાજ્ય સહિત સુરત જિલ્લામાં પ્રધાનમંત્રી ફોર્માલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ(PMFME) અમલમાં છે.

A golden opportunity for entrepreneurs associated with food processing related small scale industries to start their own business under PMFME

A golden opportunity for entrepreneurs associated with food processing related small scale industries to start their own business under PMFME

 News Continuous Bureau | Mumbai

PMFME: કેન્દ્ર સરકારની ફુડ મિનિસ્ટ્રી ( Ministry of Food ) દ્વારા રાજ્ય સહિત સુરત જિલ્લામાં પ્રધાનમંત્રી ફોર્માલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ(PMFME) અમલમાં છે. નાના ફુડ પ્રોસેસિંગ ઉદ્યોગો જેવા કે, અથાણું, પાપડ, ખાખરા, ફળના જ્યુસ, ચિપ્સ, કેન્ડીને પ્રોત્સાહન આપવા, ફળ-શાકભાજીનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને તેમના પાકના વધુ પોષણક્ષમ ભાવો મળી શકે તે હેતુથી ફુડ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવા ઇચ્છુકોને બેંકમાંથી કોઇ પણ કો લેટરલ(ગેરંટી) વગર ૧ કરોડની રૂપિયા સુધીની લોન ( Loan ) મળી શકે છે. અને મંજુર થયેલા પ્રોજેક્ટની કિંમતની ૩૫% સબસિડી કે જે મહત્તમ રૂ.૧૦ લાખની મર્યાદમાં મળી શકશે. 

Join Our WhatsApp Community

           આ યોજનાનો લાભ લેવા માંગતા ઇચ્છુકોએ પ્રોજેક્ટ ( Food Processing Unit ) તૈયાર કરી જિલ્લા ( Surat ) કક્ષાએ નિમણુંક કરેલા ડી.આર.પી.નો સંપર્ક કરવાનો રહેશે. આ માટે પ્રોજેક્ટ બનાવવાથી લઈ ઓનલાઇન રજુ કરવા સુધી દરેક બાબતે મદદ કરવા જિલ્લા કક્ષાએ ડી.આર.પી.(વિષય તજજ્ઞ) નિમાયા છે. PMFME યોજનાનો લાભ ઉદ્યોગોનું મૂલ્યવર્ધન કરવા કે નવો ઉદ્યોગ શરૂ કરવા લઈ શકાય છે.  આ અંગે વધુ માહિતિ મેળવવા કચેરી સમય દરમ્યાન નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બાગાયત ભવન, લાલ બંગલા સામે, ઓળપાડી મહોલ્લો, અથવાલાઇન્સ, સુરત ખાતે ટેલિફોનિક કે રૂબરૂ તપાસ કરવા પરિક્ષિતભાઈ ચૌધરી(૭૬૫૪૮૪૮૫૭૬), બાગાયત અધિકારી, નાયબ બાગાયત નિયામક, સુરતની યાદીમાં જણાવાયું છે. 

આ સમાચાર પણ વાંચો  :  Electric Vehicles: બજેટ 2024માં ઓટો સેક્ટર માટે કરાઈ મોટી જાહેરાત, લિથિયમ બેટરી સસ્તી થતા હવે ઈલેક્ટ્રિક વાહનોના ભાવમાં આવશે ઘટાડો.. જાણો વિગતે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Sunita Williams: અવકાશના ક્ષેત્રમાં એક યુગનો અંત: 27 વર્ષની સેવા અને 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત.
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
Exit mobile version