News Continuous Bureau | Mumbai
Mandvi: મદદનીશ નિયામક રોજગાર કચેરી-સુરત ( Assistant Director Employment Office-Surat ) , નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC/ST-સુરત ( National Career Service Center for SC/ST-Surat ) , નગર રોજગાર કચેરી-માંડવી ( Employment Office- Mandvi ) , તથા આઈ.ટી.આઈ.-માંડવીના ( ITI-Mandvi ) સંયુક્ત ઉપક્રમે તા.૦૯/૦૧/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે આઈ.ટી.આઈ.-માંડવી ખાતે રોજગાર મેળો યોજાશે. જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ. એમ.બી.એ, કોઈ પણ ગ્રેજ્યુએશનની શૈક્ષણિક લાયકાત ધરાવતા નોકરીવાંચ્છું ઉમેદવારો ભાગ લઈ શકશે. આ જોબ ફેરમાં ( job fair ) ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાના બાયોડેટા, પાસપોર્ટ સાઈઝ ફોટો, સર્ટિફિકેટ, આઈડી પ્રૂફ (પાનકાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ ચુંટણી કાર્ડ- કોઈ પણ એક) લઈને ઈન્ટરવ્યું સ્થળે રૂબરૂ હાજર રહેવા રોજગાર કચેરીની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો : India-Maldives Diplomatic Row: ભારતની કડક કાર્યવાહી, માત્ર 3 મિનિટમાં માલદીવના હાઈ કમિશનરને હાંકી કાઢવામાં આવ્યા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.