ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 ઓગસ્ટ 2020
જન્માષ્ટમીનો તહેવાર નજીકમાં છે. આ નિમિત્તે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં મોટાપાયે દહીંહાંડી ની ઉજવણી થતી હોય છે. જેમાં ધારાવીમાં આવેલા કુંભારવાડા માં બનેલી મટકીઓ જ વપરાતી હોય છે. પરંતુ , આ વર્ષે કોરોના ના કારણે સાર્વજનિક તહેવારો પર પ્રતિબંધ મૂકાયો છે. લોકડાઉનને કારણે દહીહંડી સહિતના તહેવારોની ઉજવણી કરવાનું મુશ્કેલ હોવાથી, ધારાવીના કુંભારવાડામાં રહેતા 550 જેટલા ગુજરાતી કુંભારો અને તેના વ્યવસાય પર નભતા બીજા બે હજારથી વધુ લોકોની સ્થિતિ કફોડી થઇ છે.
કહેવાય છે કે ધારાવીમાં ફેલાયેલાં કોરોનાના ભયંકર સંક્રમણ બાદ પણ લોકો એમાંથી બચી ગયા હતા. પરંતુ હવે મંદીનો માર ઝીલી શકાતો નથી. ઉલ્લેખનીય છે કે ગત રમજાન અને ઈદ દરમિયાન ફિરની રબડી માટે માટીની ડીશ બનાવતા હતા. આ સીઝન પણ ફેલ ગઈ છે. હવે આવનારા દિવસોમાં જન્માષ્ટમી, નવરાત્રિ અને દિવાળી જેવા તમામ તહેવારોની કોઈ ખરીદી હજુ સુધી નીકળી ન હોવાથી કુંભારો આર્થિક તંગી ભોગવી રહ્યા છે. અનેક પરિવારો કુંભારવાડા ને છોડીને બીજે રહેવા જતા રહ્યા છે અથવા તો પોતાના વતન હિજરત કરી રહ્યા છે..
અહીં જાણવા જેવી ખાસ વાત એ છે કે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી માં અંદાજે 100 વર્ષ પહેલાં બ્રિટિશરોએ ગુજરાત થી લઈ જઈને કુંભારોને વસાવ્યા હતા. અને 12.5 એકર જેટલી જમીન ઉપર માટીના માટલા, માટલી, ગરબી, કોડીયા જેવી વસ્તુઓ બનાવવાની સગવડ કરી આપી હતી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com