News Continuous Bureau | Mumbai
Child Labour: જિલ્લા કલેક્ટરશ્રી ( District Collector ) આયુષ ઓકની ( Ayush Oak ) અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની ( Task Force Committee ) બેઠક યોજાઈ હતી. જેમાં જુલાઇ અને ઓગસ્ટ માસ દરમિયાન બાળમજૂરી નાબૂદી અભિયાન ( A Campaign to Eliminate Child Labour ) હેઠળ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બાળમજુરી નાબુદી માટે વધુમાં વધુ જાગૃતિ આવે તેવા આશયથી બાળકાયદાઓને લગતા પોસ્ટરો, બેનરો, ટેક્ષટાઈલ, જરી ઉદ્યોગો, ખાણીપીણીની લારીઓ તેમજ અન્ય જાહેર જગ્યાઓ પર લગાવવામાં આવે તે અંગે કલેક્ટરશ્રીએ જરૂરી સુચનો કર્યા હતા.
બેઠકમાં કલેકટરશ્રીએ રેસ્કયુ કરવામાં આવેલા તરૂણ શ્રમિકોનું શૈક્ષણિક પુનર્વસન, બાળમજુરી અંગે વધુમાં વધુ જાગૃતિ કેળવવા અને બાળમજૂરીના દૂષણને દૂર કરવામાં સફળતા મળે એ માટે સૌને સાથે મળી કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે બાળમજૂરી કરાવતા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એવો મત વ્યક્ત કરી જરૂરી માર્ગદશન આપ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Asian Games India-China Tussle: ચીને અરુણાચલના ખેલાડીઓને ન આપી એન્ટ્રી, ભારતે એક્શન લેતા આપ્યો જડબાતોડ જવાબ..
બેઠકમાં ઇ.મદદનીશ શ્રમ આયુક્ત સ્મિત શાહે વિગતો આપતા જણાવ્યું કે, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ટાસ્કફોર્સ દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનોમાં કુલ ૬ રેડ કરવામાં આવી હતી, જેમાં વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા કુલ ૧૫ તરૂણ શ્રમિકોને રેસ્ક્યુ કરી ૬ સંસ્થાઓ સામે નિયમનની નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવી છે.