ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 નવેમ્બર, 2021
બુધવાર
પ્રકાશપર્વ દરમિયાન કોરોનાનો અંધકાર ધીમે ધીમે ગાયબ થઈ રહ્યો છે. તેથી રાજ્યના પર્યટનને નવો વેગ મળ્યો છે. પ્રવાસનને વેગ આપવા માટે, માથેરાનના લોકોની કમાણીનો સ્ત્રોત એવી મિનિટ્રેનનો 'માથેરાન મિનિટ્રેન ફેસ્ટિવલ' ઉજવવામાં આવશે. મધ્ય રેલવેની પહેલ સાથે માથેરાન મ્યુનિસિપલ કાઉન્સિલ અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે તહેવારની ઉજવણી કરશે. જે 13-14 નવેમ્બરે યોજાશે. નેરલ અને માથેરાન વચ્ચે ખાલી ટ્રેનોનું પરીક્ષણ પૂર્ણ થતાં, પ્રવાસીઓના પરિવહનની આશાઓ જાગી છે.
આ ફેસ્ટિવલ માથેરાનના લોકોના જીવનમાં મિનીટ્રેનનું મહત્વ અને મિનીટ્રેને અર્થતંત્રને જે ગતિ આપી છે તેની થીમ પર યોજાશે. માથેરાન યુનેસ્કો એવોર્ડ માટે મિની ટ્રેન સ્પર્ધામાં છે. તે સંદર્ભમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે. આ તહેવાર 13-14 નવેમ્બરે ઉજવવાનું પ્રાથમિક આયોજન છે. રાજ્ય અને મ્યુનિસિપલ કાઉન્સિલ સાથે ચર્ચા કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે, એમ મધ્ય રેલવેના વિભાગીય રેલવે મેનેજર શલભ ગોયલે જણાવ્યું હતું.
રેલ મફતીયાઓ સાવધાન. રેલવેએ આદરી છે આ કાર્યવાહી. એક દિવસમાં 40 લાખની વસૂલી. જાણો વિગતે
મિનીટ્રેન ફેસ્ટિવલમાં સ્થાનિક ફૂડ અને કોસ્ચ્યુમને વિશેષ સ્થાન મળશે. આ ફેસ્ટિવલ રેલ્વે વિસ્તારમાં યોજાનાર હોવાથી માથેરાન મ્યુનિસિપલ કાઉન્સિલ અને રાજ્ય સરકાર પણ તેમાં સામેલ થશે.
પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં મિનીટ્રેનના કોચની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. અત્યારે અમન લોજ અને માથેરાન વચ્ચે છ કોચવાળી મિનિટ્રેન દોડી રહી છે. આનાથી પ્રવાસીઓમાં ઉત્સાહનું વાતાવરણ ઊભું થયું હોવાનું રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું.