News Continuous Bureau | Mumbai
Mangal Prabhat Lodha: મહારાષ્ટ્રના યુવાનોને કૌશલ્ય સમૄધ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે ( Maharashtra Government ) શરૂ કરેલા અભિયાનનાં ભાગરૂપે આગામી ત્રણ મહિનામાં શ્રેણીબધ્ધ રોજગાર મેળા અને તાલિમ શિબીર યોજવાનું રાજ્ય સરકારે નક્કી કયુ છે. જેની તૈયારીની સમિક્ષા કરવા માટે રાજ્યનાં કૌશલ્ય વિકાસ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ એક બેઠકનું આયોજન કર્યુ હતું.
મંત્રી મંગલ પ્રભાત લોઢાએ તાલુકા કક્ષાની રોજગારી ( Employment ) માટેની તૈયારીઓ, નમો મહારોજગાર મેળા ૨૦૨૪ ( Job fair 2024 ) ની તૈયારીઓ, મહારાષ્ટ્ર રાજ્ય કૌશલ્ય યુનિવર્સિટી, બિઝનેસ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ડિરેક્ટોરેટમાં આગામી શૈક્ષણિક વર્ષ માટેની પ્રવેશ પ્રક્રિયા સહિતની કૌશલ્ય વિભાગની વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. આગામી ત્રણ મહિના માટે કૌશલ્ય વિકાસ વિભાગની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે અને યુવાનોના ( Youth ) કૌશલ્ય વિકાસ અને રોજગાર માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવશે.
તાલુકા કક્ષાના રોજગાર મેળાઓનું સ્વરૂપ, રાજ્યમાં યોજાનારી કુલ મેળાઓની સંખ્યા, આગામી ત્રણ મહિનામાં યોજાનાર મેળાઓનું આયોજન, મહાસ્વયમ પોર્ટલની વર્તમાન સ્થિતિ, વર્ષ ૨૦૨૪-૨૫ માં નમો મહારોજગાર મેળાનું આયોજન કરવા માટેની પ્રાથમિક તૈયારીઓ, મહારાષ્ટ્ર કૌશલ્ય યુનિવર્સિટી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રવેશ, અભ્યાસક્રમો આયોજન વગેરે અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે.
સ્વામી વિવેકાનંદ આંતરરાષ્ટ્રીય કૌશલ્ય પ્રબોધિની અને વર્તમાન ચાલુ બેચ તેમજ ભાવિ પ્રવેશ પ્રક્રિયાના આયોજન અંગે પણ સૂચનાઓ આપવામાં આવી છે. આ એકેડમીમાં હાલમાં જર્મન ભાષાની તાલીમ ચાલી રહી છે. કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાની પહેલથી થાણેમાં શરૂ થયેલી સ્વચ્છ ભારત એકેડમી દ્વારા વિવિધ વિષયોમાં કૌશલ્યની તાલીમ આપવામાં આવશે. અહીં તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને નોકરીની ખાતરી અને ૧૮૦૦૦ થી ૩૫૦૦૦ નો માસિક પગાર મળશે. અહીંની પ્રથમ બેચ પૂર્ણ થઈ ગઈ છે અને હવે અહીંના વિદ્યાર્થીઓને ભારત વિકાસ ગ્રુપ દ્વારા નોકરીની તકો પણ ઉપલબ્ધ છે. મંત્રી લોઢાએ એકેડેમીને પાંચ મહેસૂલ વિભાગમાં કાર્યરત કરવા સૂચના પણ આપી છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai IIT Bombay: IIT બોમ્બેમાં નાટક દરમિયાન ભગવાન રામ અને સીતાનું અપમાન, વિદ્યાર્થીઓ સામે થઇ મોટી કાર્યવાહી; ફટકારાયો અધધ આટલા લાખનો દંડ..
આગામી ત્રણ મહિનામાં ૧૦૦૦ કોલેજોમાં આર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે, જેથી શિક્ષણની સાથે સાથે કૌશલ્ય વિકાસને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. તેમજ ગ્રામીણ વિસ્તારોમાં કૌશલ્ય વિકાસ માટે ૫૧૧ પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રો ઉપરાંત હવે ૧૦૦૦ ગ્રામ પંચાયત વિસ્તારોમાં નવા કેન્દ્રો સ્થાપવામાં આવશે. કેબિનેટ મંત્રી લોઢા પોતે રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ બોર્ડ દ્વારા રાજ્યમાં પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોને મંજૂરી આપવા અંગેના મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે વિભાગને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે કારણ કે આ કૌશલ્ય વિકાસ કેન્દ્રોની માન્યતા મેળવવા માટે કડક માપદંડો છે.
આ ઉપરાંત, ભારતનું સૌથી મોટું સ્ટાર્ટઅપ સંમેલન ઓગસ્ટ મહિનામાં મુંબઈમાં યોજાશે. આ ઈવેન્ટમાં ભારતભરમાંથી સ્ટાર્ટઅપ્સને આમંત્રિત કરવામાં આવશે. મંત્રી લોઢાએ પણ આ અંગેની તૈયારીઓની જાણકારી મેળવી હતી. બીજી જુલાઈના રોજ થનારા કૌશળ્ય રોજગાર મળાની તૈયારી વિશે મંત્રી મંગલ પ્રભાત લોઢાએ જાણકારી મેળવી હતી. મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, સ્ટીયરિંગ કમિટીની રચના અંગે વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી .આ સાથે મંત્રી લોઢાએ સૂચના આપી છે કે આ કૌશલ્ય રોજગાર વિભાગ હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે તમામ જિલ્લા સ્તર અને તાલુકા સ્તરની સંસ્થાઓમાં યોગ દિવસનો કાર્યક્રમ યોજવામાં આવે. આ કાર્યક્રમમાં તમામ આઈટીઆઈના લગભગ બે લાખ વિદ્યાર્થીઓ યોગ દિવસમાં ભાગ લેશે
આ સમાચાર પણ વાંચો : Vadhavan Port: કેન્દ્રીય કેબિનેટે મહારાષ્ટ્રમાં આ વિસ્તારમાં રૂ. 76,200 કરોડના 20 મિલિયન TEU ક્ષમતા સાથે વાધવન પોર્ટને મંજૂરી આપી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.