Site icon

Western Railway: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે રાજકોટ-બાડમેર વચ્ચે ચલાવશે આ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન.

Western Railway: પશ્ચિમ રેલ્વે દ્વારા રાજકોટ-બાડમેર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે

A special train will be run between Rajkot-Barmer by Western Railway

A special train will be run between Rajkot-Barmer by Western Railway

News Continuous Bureau | Mumbai 

Western Railway:  મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા રાજકોટ-બાડમેર વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ( Bi-weekly special train ) વિશેષ ભાડા પર ચલાવવામાં આવશે.  આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Community

Western Railway:   ટ્રેન નંબર 04820/04819 રાજકોટ-બાડમેર સ્પેશિયલ [14-14 ટ્રીપ્સ]

       ટ્રેન નંબર 04820 રાજકોટ-બાડમેર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ( Rajkot-Barmer bi-weekly special Train ) 04.10.2024 થી 18.11.2024 સુધી રાજકોટ ( Rajkot )  થી દર શુક્રવાર અને સોમવારે 01.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 15.00 કલાકે બાડમેર પહોંચશે.

       ટ્રેન નંબર 04819 બાડમેર-રાજકોટ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ 03.10.2024 થી 17.11.2024 સુધી બાડમેર થી દર ગુરુવાર અને રવિવારે 09.45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.00 કલાકે રાજકોટ પહોંચશે.

       આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ભીલડી, ધનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરણ, જાલોર, મોકલસર, સમદડી, બાલોત્રા અને બાયતુ સ્ટેશને ઉભી રહેશે.

આ સમાચાર પણ વાંચો : Onion Minimum Export Value : મોદી સરકારનો મોટો નિર્ણય, સરકારે આ પાકના નિકાસ પરની લઘુત્તમ નિકાસ કિંમત તાત્કાલિક અસરથી દૂર કરી, જાણો ખેડૂતોને કેટલો ફાયદો થશે

આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સેકન્ડ સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

     ટ્રેન નંબર 04820 નું બુકિંગ 15 સપ્ટેમ્બર, 2024 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન તરીકે દોડશે. સ્ટોપેજના સમય અને બંધારણ અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version