Site icon

Gujarat Sports Authority: ગુજરાતમાં બનવા જઈ રહ્યાં છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાતના જિલ્લા કક્ષાના 13 અને તાલુકા કક્ષાના 22 મળીને કુલ 35 નવાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

Gujarat Sports Authority: ૩૫ નવાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થકી ગુજરાતમાં ખીલશે ખેલ-સંસ્કૃતિ. મેડલ મશીનની ભૂમિકા ભજવશે ગુજરાતનાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. સ્પોર્ટ્સ સંકુલ માત્ર રમતગમતનાં જ નહિ, કૌશલ્ય નિર્માણનાં કેન્દ્રો પણ બની રહેશે. ગુજરાતમાં કાર્યરત કુલ 27 સ્પોર્ટ્સ કોમ્પલેક્સ દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SOG) ગુજરાતમાં તૈયાર કરી રહ્યું છે ભવિષ્યના મેડલિસ્ટ્સ. જિલ્લા કક્ષાના 24 અને તાલુકા કક્ષાના 3 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પૂરું પાડી રહ્યાં છે ભાવિ ચેમ્પિયન્સને શ્રેષ્ઠ પ્લેટફોર્મ. ગુજરાતમાં કાર્યરત 20 સ્પોર્ટ્સ હોસ્ટેલ 4000 જેટલાં ખેલાડીઓને નિવાસ સાથે તાલીમની સુવિધા પૂરી પાડી રહી છે

A total of 35 new sports complexes are going to be built in Gujarat, including 13 at the district level and 22 at the taluka level by the Sports Authority of Gujarat.

A total of 35 new sports complexes are going to be built in Gujarat, including 13 at the district level and 22 at the taluka level by the Sports Authority of Gujarat.

News Continuous Bureau | Mumbai 

Gujarat Sports Authority: ગુજરાતમાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના તાલુકા અને જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ( Sports Complex )  રાજ્ય માટે મેડલ મશીનની ભૂમિકા ભજવવા સજ્જ બની રહ્યા છે. એવામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત જિલ્લા કક્ષાના 13 અને તાલુકા કક્ષાના 22 મળીને કુલ 35 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દ્વારા રાજ્યમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવીને સ્પોર્ટ્સ ઈકો સિસ્ટમને વેગ આપવાના ઉદ્દેશ સાથે કામગીરી કરી રહ્યું છે 

Join Our WhatsApp Community

રાજ્યમાં ( Gujarat  ) હાલમાં જિલ્લા કક્ષાના 24 અને તાલુકા કક્ષાના 3 મળીને કુલ 27 સ્પોર્ટ્સ કોમ્પલેક્સ કાર્યરત છે. સાથે જ, રાજ્યમાં કુલ 20 સ્પોર્ટ્સ હોસ્ટેલ 4000 જેટલાં ખેલાડીઓને  નિવાસ સાથે તાલીમની સુવિધા પૂરી પાડી રહી છે. 

અમરેલી, આણંદ ભરૂચ, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, મહીસાગર, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર અને વલસાડ સહિતના કુલ 13 જિલ્લાઓમાં નવા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ શરૂ થનાર છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ અને હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં અનુભવી કોચિંગ સ્ટાફ દ્વારા  વોલિબોલ, એથ્લેટિક્સ, સ્વિમિંગ, આર્ચરી, રેસલિંગ, કબડ્ડી, જૂડો, બાસ્કેટબોલ, ટેબલટેનિસ, બેડમિન્ટન, ફૂટબોલ, હોકી, ખો ખો સહિતની  રમતોની તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં પેરિસ ખાતે ચાલી રહેલી ઓલિમ્પિક 2024માં ( Paris Olympics 2024 ) દેશના ખેલાડીઓ સાતત્યપૂર્ણ પ્રદર્શન થકી દેશને વધુ ને વધુ મેડલ અપાવવા મહેનત કરી રહ્યા છે. ઓલિમ્પિક અને  પેરાલિમ્પિક 2024માં ગુજરાતના કુલ 5 ખેલાડીઓ આંતરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે. આવનારા સમયમાં નવા બનનારા 35 સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ થકી રાજ્યને વિવિધ રમતોમાં મેડલ્સ અપાવનારા ખેલાડીઓની સંખ્યા અનેકગણી વધવાની આશા છે.

આ સમાચાર પણ વાંચો :  Western Railway: પશ્ચિમ રેલવે ઉધના અને ભાવનગર ટર્મિનસ વચ્ચે સ્પેશલ ટ્રેન ચલાવશે.

 છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્યમાં સુઆયોજિત સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ( Sports infrastructure ) થકી રમતગમત ક્ષેત્રે ઉભરતા ખેલાડીઓને મજબૂત પ્લેટફોર્મ મળી રહ્યું છે. જેના લીધે રાજ્યના ખેલાડીઓ નેશનલ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક સહિતની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. ‘શક્તિદૂત’ જેવી રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજના પણ નાણાકીય સહાય અને અનુદાન થકી વિવધ રમતોના 64 ખેલાડીઓને મોટો ટેકો આપી રહી છે.

સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં ખેલાડીઓને ( Athletes ) મળી રહેલી સુવિધાઓ

આ સમાચાર પણ વાંચો :  RPF YouTuber : અલાહાબાદમાં રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ ખતરનાક રેલ્વે ટ્રેક સ્ટંટ માટે યુટ્યુબરની ધરપકડ કરી

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા ખેલાડીઓને મળી રહેલી સુવિધાઓ

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Pawar Family Conflict: સુનેત્રા પવારના શપથગ્રહણથી શરદ પવાર અજાણ હોવાનો દાવો, બારામતીમાં વધતી રાજકીય હલચલ
Sunetra Pawar: કોણ છે સુનેત્રા પવાર? જેઓ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી CM બનીને રચશે ઈતિહાસ; જાણો તેમના અભ્યાસ અને સામાજિક કાર્યો વિશેની વિગતો
Sunetra Pawar: સુનેત્રા પવારને ઉપમુખ્યમંત્રી (Deputy CM) બનાવવામાં આટલી ઉતાવળ કેમ? જાણો શું છે અસલી રમત
Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Exit mobile version