News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)ના નાસિક(Nasik) માં આજે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. નાસિક રોડ રેલવે સ્ટેશન(Nasik Road Railway station) પર શાલીમાર મુંબઈ LTT એક્સપ્રેસ(Shalimar Mumbai LTT Express train)ની લગેજ બોગીમાં આગ (fire) લાગી હતી. દરમિયાન લગેજ કમ્પાર્ટમેન્ટ(Luggage compartment)ને ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યો હતો, તેથી આગ પેસેન્જર કમ્પાર્ટમેન્ટ સુધી પહોંચી ન હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના સવારે 8.43 કલાકે બની હતી.
महाराष्ट्र के नासिक रोड रेलवे स्टेशन पर शालीमार-LTT एक्सप्रेस के लगेज बोगी में लगी आग, बुझाने की कोशिशें जारी। @News18India @Central_Railway @ShivajiIRTS @mumbairailusers pic.twitter.com/jLlYNYQQih
— Diwakar Singh (@Diwakar_singh31) November 5, 2022
આ ઘટના અંગે મધ્ય રેલવે(Central Railway)ના સીપીઆરઓ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે લગેજ કમ્પાર્ટમેન્ટમાં આગની માહિતી મળતાં જ રેલવે અધિકારીઓ અને ફાયર બ્રિગેડ (Fire brigade) ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગને કાબુમાં લીધી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. જોકે બોગીમાં રહેલો સામાન બળીને ખાક થઈ ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ટ્રેન અને અલગ પાર્સલ વાન (શાલીમાર એલટીટી એક્સપ્રેસ) ટૂંક સમયમાં તેના ગંતવ્ય સ્થાન માટે રવાના થશે. જોકે આગ લાગવાના કારણ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.