મયુર પરીખ
મુંબઈ
7 જુલાઈ 2020
સોનાના ભાવ ભલે પચાસ હજાર રૂપિયા આંબી ગયા હોય, પરંતુ જીવન અમૂલ્ય છે. કોરોના ના સમયમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોની સેવા કરનાર તૃતીય તથા ચતુર્થ શ્રેણીના કર્મચારીઓનું મુંબઈમાં સન્માન કરવામાં આવ્યું.
મુંબઈના બોરીવલી વિસ્તારમાં આવેલી સત્રા પાર્ક કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી દ્વારા સોસાયટીમાં કામ કરનાર ૩૦ જેટલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટી ના હસ્તે આ તમામ કોરોના યોદ્ધાઓ ને સોનાનો સિક્કો અને 5000 રૂપિયા નગદ પુરસ્કાર રૂપે આપવામાં આવ્યા હતા. વાત એમ છે કે લોક ડાઉન જાહેર થઇ ગયા બાદ લાખોની સંખ્યામાં લોકો મુંબઈ શહેર છોડીને પોતાના માદરે વતન ચાલી ગયા હતા. પરંતુ આ સોસાયટી સાથે જોડાયેલા કર્મચારીઓ પોતાના વતન નહીં જતા અહીં જ રહીને લોકોની સેવા કરવાનો નિર્ધાર કર્યો. અઘરા સમયમાં સુરક્ષા નું પૂરું ધ્યાન રાખીને આ તમામ લોકો સોસાયટીના સભ્યો ની સેવા કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં સોસાયટીના આગેવાનોએ સાંસદ ગોપાલ શેટ્ટી ની અધ્યક્ષતા માં કાર્યક્રમ આયોજીત કરી ને આ તમામ લોકોનું સન્માન કર્યું હતું.
આ ઉપરાંત સોસાયટી એ પોતાના પ્રાંગણમાં બાર ખાટલાના કોવિડ કેઅર સેન્ટર પણ બનાવ્યું છે. આ કેર સેન્ટર નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતાં ગોપાલ શેટ્ટીએ જણાવ્યું કે ઉત્તર મુંબઈમાં પરિસ્થિતિ ઝડપભેર સુધરી રહી છે. વિપરીત અવસ્થામાં લોકોની સેવા કરનાર વ્યક્તિઓનું સન્માન થવું જોઈએ. આ તબક્કે હું સોસાયટી નો આભાર માનું છું કે તેમણે મહેનત કરનારા ઓ ની કદર કરી. આ સાથે જ હું અન્ય સોસાયટીઓને અપીલ પણ કરું છું કે તેઓ પણ આ પ્રકારના કાર્યક્રમો આયોજિત કરે તેમજ પોતાની સોસાયટીમાં કોવિડ કેર સેન્ટર બનાવે. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય સુનિલ રાણે ઉપસ્થિત રહ્યા હતા….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com