News Continuous Bureau | Mumbai
સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) એકનાથ શિંદેના(Eknath Shinde) જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આજે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ડેપ્યુટી સ્પીકરની(Deputy Speaker) આ નોટિસ પર 11મી જુલાઈ સુધી રોક લગાવી દીધી છે. કોર્ટનો આ નિર્ણય શિંદે જૂથ માટે રાહતરૂપ બન્યો છે. એકનાથ શિંદેએ હવે આ અંગે ટ્વિટ(Tweet) કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે.
એકનાથ શિંદેએ પોતાના ટ્વિટમાં કહ્યું છે કે આ શિવસેના પ્રમુખ(Shiv Sena President) બાળાસાહેબ ઠાકરેના(Balasaheb Thackeray) હિન્દુત્વ(Hindutva) અને ધર્મવીર આનંદ દિઘે સાહેબના(Dharmaveer Anand Dighe Saheb) વિચારોની જીત છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર રાજકીય સંકટ -દેવેન્દ્ર ફડણવીસના નિવાસે BJPની કોર કમિટિની બેઠક-પાર્ટીના નેતાઓ અને MLAને અપાઈ આ સૂચના
हा वंदनीय हिंदुहृदयसम्राट शिवसेनाप्रमुख बाळासाहेब ठाकरे यांच्या हिंदुत्वाचा आणि धर्मवीर आनंद दिघे साहेबांच्या विचारांचा विजय..!#realshivsenawins
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) June 27, 2022
એકનાથ શિંદેના જૂથે 16 ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાની નોટિસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં એકનાથ શિંદેને વિધાનસભાના શાસકપક્ષના નેતા તરીકે હટાવવા, 16 ધારાસભ્યોને ગેરલાયકતાની નોટિસ ફટકારવા અને અવિશ્વાસ પ્રસ્તાવની અરજી રદ કરવાના ડેપ્યુટી સ્પીકરના નિર્ણય જેવા મુદાઓને પડકારવામાં આવ્યા હતા.