Site icon News Continuous Bureau | Mumbai

ગજબ- ગણપતિ બાપ્પાનું આધાર કાર્ડ- આ રાજ્યમાં બન્યો ગણેશજીનો અનોખો પંડાલ- તમે સ્કેન કરીને કરી શકો છો દર્શન- જુઓ ફોટોગ્રાફ્સ 

News Continuous Bureau | Mumbai

ગત ૩૧ ઓગસ્ટથી આખા દેશમાં ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમથી ઉજવણી શરુ થઈ ગઈ છે. આ વર્ષે બે વર્ષના અંતરાલ બાદ દરેક જગ્યાએ કોઈપણ જાતના પ્રતિબંધો વિના ફરીથી પહેલાની જેમ ગણેશોત્સવ ઉજવવાની પરવાનગી આપવામાં આવી છે, તેથી લોકો ખૂબ જ ઉત્સાહિત છે. ગણેશ ચતુર્થી સામાજિક રીતે ઉજવાય છે. જેમાં મોટા પંડાલ બનાવીને ગણેશજીની વિશાળ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ પંડાલ માટે નવી નવી થીમ તૈયાર કરવાનો ટ્રેન્ડ શરુ થયો છે. જેમાં એકથી એક આકર્ષક થીમ, અવનવા ડેકોરેશન સાથે ગણેશજીના પંડાલ સજાવવામાં આવે છે. કેટલાક શહેરોમાં તો બેસ્ટ પંડાલ માટેની સ્પર્ધા પણ હોય છે. 

Join Our WhatsApp Channel

આ વર્ષે પણ આવું જ એક એકદમ નવા પ્રકારનું પંડાલ ચર્ચામાં આવ્યું છે. ઝારખંડનાં જમશેદપુરના સાકચી બજારમાં બનેલો ભગવાન ગણેશનું આધાર કાર્ડ ધરાવતો પંડાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભગવાન ગણેશના આધાર કાર્ડમાં તેમના ફોટા સાથે આધાર કાર્ડ નંબર પણ લખવામાં આવ્યો છે. સરનામું મહાદેવના પુત્ર શ્રી ગણેશ, કૈલાશ પર્વત, ટોપ ફ્લોર, માનસરોવર ઝીલ પાસે, કૈલાશ, પીનકોડ -૦૦૦૦૦૧ આપવામાં આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : અમેરિકામાં પીએમ મોદી- ગૌતમ અદાણી અને આંધ્રના CM સામે નોંધાયો કેસ-. કોર્ટે ત્રણેય દિગ્ગજોને જારી કર્યા સમન્સ- જાણો શું સમગ્ર મામલો  

તેમની જન્મતારીખમાં ૬ સદી પેહલા જન્મ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ કાર્ડને સ્કેન કરતાં ભગવાન ગણેશની તસવીર આવે છે. જેને જોઈને લોકો ઉત્સાહિત થઈ જાય છે અને સેલ્ફી લે છે.

 

ઝારખંડમાં બનાવવામાં આવેલ આ આધારકાર્ડવાળું પંડાલ આખા દેશમાં પ્રચલિત થઇ ગયું છે. પૂજા પંડાલના વ્યવસ્થાપક સૌરભ કુમારે જણાવ્યું કે તેઓ એકવાર કોલકાતા ગયા હતા. ત્યાં તેમણે વિવિધ પ્રકારના પૂજા પંડાલ જાેયા. જેનો સંબંધ સામાન્ય વ્યક્તિના જીવન સાથે હતો. પંડાલો દ્વારા કંઈક ઉપયોગી સંદેશ આપવાના પ્રયાસ થતા. આ પંડાલ જાેઈને તેમને પ્રેરણા મળી હતી અને આ ગણેશ ચતુર્થી પર તેમણે પણ કોઈ સામાજિક સંદેશ આપતી થીમ પર પંડાલ બનવાનું નક્કી કર્યું હતું. તેને ધ્યાનમાં રાખીને તેમણે ભગવાન ગણેશનું આધાર કાર્ડ બનાવ્યું. આના દ્વારા તેઓ સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જેમણે આધાર કાર્ડ નથી બનાવ્યું, તેઓ જલદી બને તે કરાવી લે. કારણ કે આધાર કાર્ડ હોવું ખૂબ જરૂરી છે

આ સમાચાર પણ વાંચો : ભારતની તમામ ભાષાઓની જનની સંસ્કૃત નહીં બને ભારતની રાષ્ટ્રભાષા- સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી અને પુછ્યો આ સવાલ

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version