News Continuous Bureau | Mumbai
AAP : ચંદીગઢ ના નવા મેયર મનોજ સોનકરે ( Manoj Sonkar ) પોતાના પદ પરથી રાજીનામું ( Resignation ) આપી દીધું છે. તેમના મેયર બનવા પર કોંગ્રેસ ( Congress ) પાર્ટી અને આમ આદમી પાર્ટી એ આક્ષેપ લીધો હતો તેમ જ કોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી. આરજીના અનુસંધાને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ છે ત્યારે સુનાવણી મહત્વપૂર્ણ તબક્કામાં આવી ગઈ છે. આ ઉપરાંત ચૂંટણીમાં ભૂમિકા નિભાવનાર કમિશનર પણ કાયદાના સપાટામાં આવવાની પૂરેપૂરી શક્યતા હતી.
હવે આ તમામ રાજનીતિને ફુલ સ્ટોપ મળ્યું છે કારણ કે ચંદીગઢના મેયરે ( Chandigarh Mayor ) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે તેમના રાજીનામા આપ્યા પહેલા જ આમ આદમી પાર્ટીના ત્રણ કોર્પોરેટર ( AAP Corporators ) હવે ભાજપ ( BJP ) સાથે ભળી ગયા છે. આ સાથે જ મેયર પદની જો વધુ એક વાર ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નું શું કહેવું છે?
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે ચંદીગઢમાં ફરીથી એક વખત ચૂંટણી કરવામાં આવે તેમજ ચૂંટાઈ ગયેલા મેયરને પદ પરથી કાઢવામાં આવે. જોકે હવે આ રાજનીતિને ફુલ સ્ટોપ લાગી ગયું.
આ સમાચાર પણ વાંચો : India vs England: ભારતના માથે વિજય તિલક, ઐતિહાસિક જીત સાથે ઇંગ્લેન્ડને હરાવ્યું
ચંદીગઢ સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં શું થવાનું છે.
ચંદીગઢ મહાનગરપાલિકા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં ( supreme court ) સુનાવણી થવાની છે અને તે સુનાવણીમાં ભારતીય જનતા પાર્ટી અડચણમાં આવે તેવી શક્યતા છે. હવે આ બધી રાજનીતિને પૂર્ણવિરામ આવી ગયું છે કારણ કે મેહરે પોતાના પગ પરથી રાજીનામું આપ્યું છે. ઓપરેશન લોટસ ને કારણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માઈનોરીટીમાં મુકાઈ ગયા છે.