ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૬ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
મહારાષ્ટ્રમાં આજે દસમા ધોરણનું પરિણામ 1.00 વાગ્યે જાહેર થવાનું છે. મહારાષ્ટ્ર બોર્ડની SSC પરીક્ષા માટે નોંધાયેલા 16.58 લાખ વિદ્યાર્થીઓમાંથી 99.95 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. પાછલાં સાત વર્ષમાં આ સૌથી વધુ પાસ થવાની ટકાવારી છે. સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે આ વર્ષે રાજ્યમાં ૯૫૭ વિદ્યાર્થીઓએ ૧૦૦% ગુણ મેળવ્યા છે.
આ વર્ષે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ 90 +% ગુણ મેળવ્યા છે. મહારાષ્ટ્ર બોર્ડના કુલ 1,04,633 વિદ્યાર્થીઓએ 90% અથવા એથી વધુ ગુણ મેળવ્યા છે. વિભાગીય મંડળના મીડિયાને જણાવ્યા અનુસાર કોંકણ વિભાગનું પરિણામ સૌથી વધુ 100ટકા આવ્યું છે અને નાગપુર વિભાગમાં 99.55 ટકા છે. ગયા વર્ષે પણ કોંકણ ક્ષેત્રમાં 98.77% વિદ્યાર્થીઓ પાસ થયા હતા. મહારાષ્ટ્રનું દસમા ધોરણનું પરિણામ આજે બપોરે 1.00 વાગ્યે mahresult.nic.in, sscresult.mkcl.org, maharashtraeducation.com, mh-ssc.ac.in, અને mahahsscboard.in પર જોઈ શકે છે.
મહારાષ્ટ્રમાં ઘેરું બન્યું જળ સંકટ, રાજ્યના જળાશયોમાં ફક્ત આટલા ટકા પાણી પુરવઠો ; જાણો વિગતે
છોકરીઓનું રિઝલ્ટ છોકરાઓ કરતાં સારું આવ્યું છે. છોકરીઓમાં પાસની ટકાવારી 99.96% છે, જ્યારે છોકરાઓમાં આ ટકાવારી 99.94% છે. કુલ 16,58,624 વિદ્યાર્થીઓ પૈકી 9.09 લાખ છોકરાઓ અને 7.48 લાખ છોકરીઓ છે જેઓએ આ વર્ષે પરીક્ષા માટે નોંધણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે એકંદરે પરિણામ સારું આવ્યું હોવા છતાં રાજ્યભરની કુલ 9 શાળાઓમાં પાસિંગ ટકાવારી 0% નોંધાઈ છે. આનો અર્થ એ કે આ શાળાઓમાંથી એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી. કોરોનાના કારણે ગયા શૈક્ષણિક વર્ષમાં શાળાઓ ઑનલાઇન હોવાથી જે વિસ્તારમાં ઇન્ટરનેટ અને બીજી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી આ વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડ્યું છે.