ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 8 ડિસેમ્બર 2021
બુધવાર.
પંઢરપુરમાં દર્શન કરીને ઘરે પાછા ફરી રહેલા ભક્તોના ગાડીનો ભીષણ અપઘાત થયો હતો, જેમાં લગભગ 38 ભકતો જખમી થયા છે. તેમાંથી 15ની હાલત ગંભીર છે.
મળેલ માહીતી મુજબ બુલઢાણા જિલ્લાના ચિખલી-દેઉળગામના હાઈવે પર મેરાચોકી ફાટક મંગળવારે આ બનાવ બન્યો હતો. જેમાં ડ્રાઈવરને ઊંઘ આવી જતા તેણે એક ઝપકુ ખાધુ હતુ.
પોલીસના કહેવા મુજબ ડ્રાઈવરનો ગાડી પર નિયંત્રણ છૂટી ગયો હતો અને ભીષણ એક્સિડન્ટ થયો હતો. ગાડીમાં લગભગ 48 લોકો હતા, તેમાં 38 ભકતો જખમી થયા હતા. તેમાં 15 લોકોની હાલત ગંભીર છે.
ઓમિક્રૉનના ભય વચ્ચે ફરી પ્રતિબંધોની શરૂઆત, આ શહેરમાં કલમ 144 લાગુ કરવાના આદેશ; જાણો વિગતે
