News Continuous Bureau | Mumbai
Acharya Chanakya skill development centres: મહારાષ્ટ્રનાં કોશલ્ય વિકાસ મંત્રાલયે રાજ્યની કોલેજોમાં આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરવાની કરેલી પહેલને બહોળો પ્રતિસાદ મળ્યો હોવાનું રાજ્યના કૌરાલ્ય, રોજ્ગાર, સાહસિકતા અને નવીનતા વિભાગ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ ( Mangal Prabhat Lodha ) જણાવ્યું હતું. વિભાગે આગામી ત્રણ મહિનામાં વિવિધ પ્રવૃતિઓ શરૂ કરવાની બનાવેલી યોજનાના ભાગરૂપે આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરવાનું પણ નક્કી કરાયું હતું. જેને વિવિધ કોલેજો તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો છે.
કૌશલ્ય વિકાસ વિભાગે કહ્યું હતું કે રાજ્યની ૧૦૦૦ કોલેજોમાં આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્રોની સ્થાપના કરવાનું લક્ષ્યાંક હતું પરંતુ અત્યાર સુધીમાં ૧૯૫૮ કોલેજોએ ( Maharashtra Colleges ) આ માટે અરજીઓ દાખલ કરી છે. આટલા બહોળા પ્રતિસાદ બાદ હવે વિભાગ દ્વારા હવે વધુ કોલેજોને સામેલ કરવાના પ્રયાસો કરવામાં આવશે એમ રાજ્ય કોરાવ્ય, રોજગાર, ઉદ્યમી અને નવીનતા મંત્રી મંગલ પ્રભાત લોઢાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્રમાં તાલીમ કાર્યક્રમ પણ આવતા મહિનાથી શરૂ થશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ( National Education Policy ) , ૨૦૨૦ માં વ્યાવસાયિક શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે. આ નીતિના અમલીકરણ માટે હકારાત્મક વાતાવરણ ઊભું કરવા અને કોલેજોમાં યુવાનોને કૌશલ્ય વિકાસની તકો પૂરી પાડવા માટે એક નવીન યોજના “આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર” શરૂ કરવામાં આવી છે. રાજ્યની ૧૦૦૦ નામાંકિત કોલેજોમાં કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે. આ માટે અરજીઓ પણ મંગાવવામાં આવી હતી પરંતુ વાસ્તવમાં ૧૦૦૦ થી વધુ કોલેજોએ આપમેળે અરજી કરી છે. આ બાબત હકારાત્મક છે અને વિભાગે આ માટે પહેલ પણ કરી છે.
આ સમાચાર પણ વાંચો : Microsoft Server Down: માઈક્રોસોફ્ટના સર્વર ડાઉન થવાને કારણે વિશ્વની સમગ્ર સિસ્ટમ ખોરવાઈ, પરંતુ ભારતીય રેલવેને તેની કોઈ અસર કેમ ન થઈ..જાણો શું છે કારણ..
દરેક કૌશલ્ય વિકાસ કેન્દ્રમાં દર વર્ષે ૧૫૦ જેટલા યુવાનોને મફત કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવશે જેના કારણે સમગ્ર રાજ્યમાં દર વર્ષે લગભગ ૧૫૦૦૦૦ યુવાનોને મફત કૌશલ્ય વિકાસની તાલીમ મળશે. સરકારે આ યોજના માટે ૧૫૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે અને ૧૫ થી ૪૫ વર્ષની વય જૂથના તમામ યુવાનો પાત્ર છે. કોલેજના યુવાનોને અદ્યતન ટેક્નોલોજી કૌશલ્યની તાલીમ આપીને રોજગારી યોગ્ય બનાવવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોલેજોને પહેલાથી જ તેમના કાર્યક્ષેત્રમાં પાત્રતા ધરાવતી કોલેજોમાં આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્રો સ્થાપવા માટે આહવાન કરવામાં આવ્યું હતું, જે હકારાત્મક પરિણામો દર્શાવે છે. આ યોજના દ્વારા આગામી ત્રણ વર્ષ માટે સહાય પૂરી પાડવામાં આવશે. આ અવસરે મંત્રી મંગલ પ્રભાત લોઢાએ એવો મત વ્યક્ત કર્યો હતો કે રાજ્ય ( Maharashtra Government ) અને કેન્દ્ર સરકાર એવા યુવાનો બનાવવા માટે કામ કરી રહી છે જેઓ નોકરી શોધનાર નહીં પરંતુ જોબ સર્જક છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.