News Continuous Bureau | Mumbai
Acharya Devvrat: રાજપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, જૈવિક ખેતી ભારતની મૂળ ખેતી નથી. રાસાયણિક ખેતી અને જૈવિક ખેતી-ઓર્ગેનિક ખેતી ( Organic farming ) છોડીને આપણે પ્રાકૃતિક ખેતી જ અપનાવવી જોઈએ. પ્રાકૃતિક ખેતીથી થતા ઉત્પાદનો આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ શનિવારે શગુન પેલેસ, ટોહાના ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, હરિયાણા દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ સંવાદ ( Natural Agriculture Dialogue ) કાર્યક્રમમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમની અધ્યક્ષતા રાજ્યસભાના સાંસદ શ્રી સુભાષ બરાલાએ કરી હતી. રતિયાના ધારાસભ્ય શ્રી લક્ષ્મણ નાપા પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્ર સરકાર ( Central Government ) દેશભરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતો સાથે ‘પ્રાકૃતિક કૃષિ સંવાદ’ નું આયોજન કરી રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ ખેડૂત કલ્યાણ નીતિ છે. પ્રથમ વખત કોઈએ આવા કાર્યક્રમ યોજવાનું વિચાર્યું છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, હરિયાણાના ઘણા ખેડૂતો ( Indian Farmers ) પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ભારત દેશ અને હરિયાણાનો ખેડૂત મહેનતશીલ છે. દુનિયાના દરેક વ્યક્તિને દિવસમાં ત્રણ વખત ખેડૂતોની જરૂર પડે છે, કારણ કે ખેડૂત જ દરેક વ્યક્તિના પેટ ભરવાનું કામ કરે છે.
हरियाणा के हिसार में आज चौधरी चरण सिंह हरियाणा कृषि विश्वविद्यालय के इंदिरा गांधी ऑडिटोरियम में आयोजित ‘प्राकृतिक कृषि संवाद’ कार्यक्रम में किसानों से संवाद किया।
केंद्र सरकार प्राकृतिक कृषि को बढ़ावा देने के लिए पूरे देश में संवाद कार्यक्रम आयोजित कर रही है और इसी कड़ी में आज… pic.twitter.com/MC1sYFzkdy
— Acharya Devvrat (@ADevvrat) August 11, 2024
તેમણે કહ્યું કે હાલમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અતિ ઉપયોગને કારણે જમીનના તમામ પોષક તત્વો નાશ પામે છે, જે અત્યંત જોખમી છે. રાસાયણિક ખેતી આપણને શારીરિક રીતે નુકસાન પહોંચાડવાની સાથે સાથે પર્યાવરણને પણ પ્રદૂષિત કરે છે. તેમણે કાર્યક્રમમાં હાજર લોકોને ચેતવણી આપતાં કહ્યું કે આજે આપણે વધુ ઉત્પાદનના નામે ઝેર ખાઈ રહ્યા છીએ. આવી સ્થિતિમાં ભવિષ્યની પેઢીઓના સંરક્ષણ અને તેમના સારા સ્વાસ્થ્ય માટે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે.
રાજ્યપાલે જણાવ્યું કે ગુજરાતમાં 9 લાખ 75 હજાર ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે અને આગામી એક વર્ષમાં વધુ દસ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા કરવાનું આયોજન છે. હિમાચલ પ્રદેશમાં એક પણ પંચાયત એવી નથી જ્યાં પ્રાકૃતિક ખેતી ન થતી હોય.
આ સમાચાર પણ વાંચો: Tiranga Yatra: દેશભક્તિના રંગે રંગાયુ શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં કાઢવામાં આવેલી તિરંગા યાત્રાને PM મોદીએ ગણાવી પ્રેરણાદાયી.
તેમણે કહ્યું કે, ભવિષ્યમાં પણ હરિયાણા અને અન્ય રાજ્યોમાં પ્રાકૃતિક ખેતીને લઈને ખેડૂતો માટે સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. એટલું જ નહીં, નવી કૃષિ તકનીકો વિશે પણ ખેડૂતોને જાણ કરવામાં આવશે.
રાજ્યસભાના સાંસદ શ્રી સુભાષ બરાલાએ રાજ્યપાલનું સ્વાગત કરતાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખેડૂત કલ્યાણ નીતિના અનુસંધાનમાં પ્રાકૃતિક ખેતી પર આવું પ્રશિક્ષણ પ્રથમ વખત થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આટલા મોટા પદ પર રહીને પણ રાજ્યપાલજીએ ખેડૂતોની ચિંતા કરીને થઈને તેમને પ્રાકૃતિક ખેતી વિશે જાગૃત કરવાની સાથે સાથે પ્રશિક્ષિત પણ કરી રહ્યા છે.
આ અવસરે ખેડૂતો દ્વારા પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને સાંસદ શ્રી સુભાષ બરાલાએ તેનું અવલોકન કરીને માહિતી મેળવી હતી.
આ અવસરે રતિયાના ધારાસભ્ય શ્રી લક્ષ્મણ નાપા, હરકોફેડના ચેરમેન શ્રી વેદ ફુલા, જિલ્લા અધ્યક્ષ શ્રી બલદેવ ગ્રોહા, મહામંત્રી શ્રી રિંકુ માન, એસડીએમ શ્રી પ્રતિક હુડ્ડા, શ્રી રવિન્દ્ર મહેતા, શ્રી વેદ જાંગ્રા, નગર પરિષદના ચેરમેન શ્રી નરેશ બંસલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. બલજીત સહારન, સંયુક્ત નિદેશક ડૉ. પ્રદીપ કુમાર, ઉપ નિદેશક કૃષિ ડૉ. રાજેશ સેહાગ સહિત વિશાળ સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)