Site icon

સાવધાન- તહેવારોમાં બજારમાં ઠલવાઈ રહ્યું છે બનાવટી પનીર-FDAએ દરોડા પાડી જપ્ત કર્યું આટલા કિલો નકલી પનીર

News Continuous Bureau | Mumbai

તહેવારોમાં(Festivals) જ બનાવટી પનીરનો(Fake Paneer) મોટો જથ્થો બજારમા વેચાઈ રહ્યો છે. થોડા દિવસ અગાઉ ગણેશોત્સવમાં(Ganeshotsav) બનાવટી પનીર બનાવનારી ફેકટરી(Illegal Paneer Factory) પણ FDAએ છાપો મારીનો મોટા પ્રમાણમાં બનાવટી પનીર જપ્ત કર્યું હતું. હવે ફરી એક વખત FDAએ છાપો મારીને પુણેના વાનવાડી ખાતે નકલી પનીર બનાવવાની ફેક્ટરી સામે કાર્યવાહી કરી છે.

Join Our WhatsApp Community

લાયસન્સ(License) વગરની એક ખાનગી ફેક્ટરી પર FDAએ દરોડા પાડ્યા છે. આ દરોડામાં 800 કિલો નકલી પનીર તૈયાર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ પનીર બનાવવા માટે 350 કિલો સ્કિમ્ડ મિલ્ક પાવડર(Skimmed milk powder) અને 270 કિલો પામોલિન તેલનો(Palmoline oil) સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

1,67, 790 રૂપિયાની કિંમતનું 799 કિલો પનીર, 1,21,800ની રૂપિયાની કિંમતનો 348 કિલો સ્કિમ્ડ મિલ્ક પાઉડર અને 39,664ની રૂપિયા કિંમતનું 268 કિલો આરબીડી પામોલીન તેલ મળીને કુલ 3 લાખ 24 હજાર રૂપિયાની કિંમતના સ્ટૉકના સેમ્પલ લીધા હતા.

આ સમાચાર પણ વાંચો : ઔરંગાબાદ હાઈકોર્ટે શિરડીના સાંઈબાબા મંદિરના ટ્રસ્ટી મંડળને લઈને આપ્યો ચોંકાવનારો ચુકાદો- જાણો સમગ્ર મામલો

બનાવટી પનીરનો  જપ્ત કરાયેલા જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે અને નમૂનાઓ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

છેલ્લા 15 દિવસમાં પુણેમાં(Pune) ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(Food and Drug Administration) વિભાગની આ ત્રીજી મોટી કાર્યવાહી છે. કોંઢવા વિસ્તારમાં આવેલી સદગુરુકૃપા મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ ફેક્ટરી (Sadgurukripa Milk & Milk Products Factory) પર દરોડા પાડવામાં આવ્યા છે. આ ઓપરેશનમાં લગભગ 1 હજાર કિલો પનીર જપ્ત કરવામાં આવ્યું છે. તેમજ હલકી કક્ષાનું પનીર બનાવવા માટે વપરાતો 22 લાખનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version