ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
આજે રાજધાની દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચર્ચિત એક્ટર સોનૂ સૂદ સાથે મુલાકાત કરી છે.
આ મુલાકાતમાં CM કેજરીવાલ અને એક્ટર સોનૂ સૂદે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી છે કે, સોનૂ સૂદ આપ સરકારનાં બ્રાન્ડ એમ્બેસેડર બનવાં તૈયાર છે.
સરકાર જલ્દી જ 'દેશ કે મેન્ટર્સ' કાર્યક્રમ શરૂ કરશે. આ કાર્યક્રમનાં બ્રાન્ડ એમ્બેસેડર સોનૂ સૂદ હશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીનાં પહેલી અને બીજી લહેર દરમિયાન દેશભરનાં અલગ અલગ ભાગમાં લોકોની મદદ કરનાર એક્ટર સોનૂ સૂદ ચર્ચામાં હતો.
