ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 ઓગસ્ટ 2020
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ગોવાના રાષ્ટ્રપતિ સતપાલ મલિકની મેઘાલયમાં બદલી કરાઈ છે. ગોવાના રાજ્યપાલની જવાબદારી ભગતસિંહ કોશારીના ખભા પર રહેશે. રાષ્ટ્રપતિ ભવનથી જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ ફેરફાર તેઓ ચાર્જ સંભાળવાની તારીખથી અમલમાં આવશે. રાષ્ટ્રપતિએ ગયા વર્ષે 25 ઑક્ટોબરે મલિકની ગોવાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી. તે પહેલા મલિક જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને તેમના રાજ્યપાલ તરીકેના કાર્યકાળ દરમ્યાન જ કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા.
મેઘાલયના રાજ્યપાલ તથાગત રોય પર શું નિર્ણય લેવામાં આવ્યો છે તેની જાણકારી હજુ સુધી આપવામાં આવી નથી. તેમણે તાજેતરમાં રાજકારણમાં પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સી વિદ્યાસાગર રાવના સ્થાને કોશીયારીને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ હજી એક વર્ષ બાકી છે. તેઓ પણ ભૂતકાળમાં અજીત પવારના પ્રકરણ વેળા મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલના કેન્દ્રમાં રહયાં હતાં…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com