અરે વાહ!! હવે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર અલગ 'સાઇકલ રૂટ' બનશે. રાજ્ય સરકાર લેશે આ પગલું…
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 માર્ચ 2021
સાયકલ એ એક એવું જ વાહન છે જે બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીના તમામ લોકો ચલાવી શકે છે. જોકે સાયકલ ચલાવવા પાછળ દરેક નું કારણ અલગ-અલગ હોય છે.
સાયકલ એ પર્યાવરણમાં પ્રદૂષણ રોકવા માટેનો પણ સૌથી સરળ અને સચોટ ઉપાય છે. મુંબઈ શહેરમાં રાહદારો માટે ફૂટપાથની સાથે સાઈકલ ચાલકો માટે ની ટ્રેક બનાવવાની પણ યોજના સાકાર થઇ રહી છે.
મહારાષ્ટ્ર રાજ્યના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર સાઈકલ ચાલકો માટે ખાસ સાયકલ ટ્રેક બનાવવાની યોજના ઘડી છે.એસ.વી. રોડ જોગેશ્વરી વિક્રોલી લિંક રોડ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, એલબીએસ માર્ગ જેવા રસ્તાઓના પુનઃ બાંધકામની સાથે સાયકલ સવાર માટે ની ટ્રેક આવતા 5 વર્ષમાં તૈયાર થઈ જવાનો અંદાજ છે્ હાલની પરિસ્થિતિમાં આ દરેક રસ્તાઓ પર કંઈ ને કંઈ બાંધકામ ચાલુ જ છે. અને એ રસ્તાઓ એટલા ગીચ પણ છે. એમાં આ યોજના પાર પડશે કે નહીં?એ પણ એક મોટો સવાલ છે.
