News Continuous Bureau | Mumbai
ઠાકરે પરિવાર (Thackeray Family) માટે એકનાથ શિંદે(eknath Shinde)ની બગાવત એ એક ખરાબ સપનાથી ઓછું કશું જ નથી. હવે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) મુખ્યમંત્રી નિવાસસ્થાન વર્ષા થી બહાર નીકળીને બાંદ્રા સ્થિત નિવાસસ્થાન માતોશ્રી પહોંચી ગયા છે. ત્યારે તેમની સાથે તેમના ધર્મપત્ની અને દીકરો આદિત્યAditya Thackeray) પણ મોજુદ છે. ગુરુવારે આખી રાત માતોશ્રી પર શિવસેના(Shivsena)ના નેતાઓની હાજરી રહી. અડધી રાત પતી ગયા બાદ આદિત્ય ઠાકરે બંગલાની બહાર નીકળ્યા અને પત્રકારોને(Interacts with media) મળ્યા. તેમણે પત્રકારોને કેમેરો બંધ કરવા કહ્યું અને અનૌપચારિક રીતે વાત કરતાં કહ્યું કે ઉદ્ધવ સાહેબ ની તબિયત ઠીક છે. જોકે તેમના ચહેરા ઉપર તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેમણે પત્રકારોના કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આપવાનું ટાળ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેની ઉલટી ગણતરી શરૂ- આજે માતોશ્રીમાં શિવસેનાની બેઠકમાં માત્ર આટલા ધારાસભ્યો જ રહ્યા ઉપસ્થિત
હાલમાં તો માતોશ્રી પર ગતિવિધિઓ ઘણી તેજ થઇ ગઇ છે. શિવસેનાના ધારાસભ્યો પાર્ટી છોડીને જતા રહ્યા છે ત્યારે ઉદ્ધવ ઠાકરે પાર્ટીના સંગઠન નેતાઓને બોલાવી રહ્યા છે. જુઓ ગત રાત નો વિડીયો.
#માતુશ્રી માટે બેચેની ભરેલી રાત. #આદિત્ય ઠાકરે બંગલાની બહાર નીકળ્યા..જુઓ #એક્સક્લુઝિવ વિડીયો.#MaharashtraCrisis #UddhavThackeray #Matohsree #Mumbai #EknathShinde
@AUThackeray @ShivSena @ShivsenaComms pic.twitter.com/IokpizxnHj— news continuous (@NewsContinuous) June 24, 2022