ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ઓગસ્ટ 2020
ફિલ્મ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત મુદ્દે મહારાષ્ટ્ર માં સત્તાધારી પક્ષ શિવસેના અને ભાજપ સામસામે આવી ગયા છે. મહારાષ્ટ્ર ભાજપના નેતા નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણેએ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વિશે મોટું નિવેદન આપ્યું છે. સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પ્રકરણે આદિત્ય ઠાકરે નો સંબંધ હોવાનો આક્ષેપ આ અગાઉ નારાયણ રાણે પણ લગાવી ચૂક્યા છે.
નિલેશ રાણેએ જાહેરમાં ટ્વીટ કરી લખ્યું છે કે 'આદિત્ય ઠાકરે નું નામ સર્વોચ્ચ અદાલતના રેકોર્ડમાં આવી ગયું છે તેમની સુશાંત સિંહ પ્રકરણમાં કહેવાતી સંડોવણી જાહેર થઈ ગઈ છે.' અહીં એ જાણવું અગત્યનું છે કે ભાજપના કોઈ જવાબદાર નેતાએ સુશાંતસિંહ પ્રકરણમાં આદિત્યનું સીધું નામ લીધું નથી.
સુશાંત સિંહ મુદ્દે રાણે કુટુંબ બિન્દાસ રીતે આદિત્ય ઠાકરેનું નામ લઇ રહ્યો છે. પરંતુ શિવસેનાએ હજી સુધી રાણે કુટુંબ સામે કોઈ ફરિયાદ પણ નથી કરી કે નથી માનહાની નો દાવો કર્યો ..
બીજી બાજુ શિવસેના નેતા સંજય રાઉતે ભાજપને ચેતવણી આપી છે કે 'જો કોઈ મુદ્દાને કારણે મહારાષ્ટ્રની સરકાર અસ્થિર બનશે. તો, કેન્દ્ર સરકારને ઉથલાવતા અમને વાર નહીં લાગે" વધુમાં સંજય રાઉતે કહ્યું કે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત દેશના તમામ રાજ્યોએ ટેકો આપ્યો છે. આથી શિવસેના ઈચ્છે છે કે આ દેશ રાજકારણ વિના આગળ વધે..'
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com