Site icon

સુશાંત સિંહ મુદ્દે રાણે અને ઠાકરે પરિવાર સામસામે.. એકે કહ્યું ‘આદિત્યએ રાજીનામું આપવું પડશે’.. બીજાએ કહ્યું ‘કેન્દ્ર સરકાર ઉથલાવી દેશું’..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

13 ઓગસ્ટ 2020

ફિલ્મ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત મુદ્દે મહારાષ્ટ્ર માં સત્તાધારી પક્ષ શિવસેના અને ભાજપ સામસામે આવી ગયા છે. મહારાષ્ટ્ર ભાજપના નેતા નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણેએ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વિશે મોટું નિવેદન આપ્યું છે.  સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પ્રકરણે આદિત્ય ઠાકરે નો સંબંધ હોવાનો આક્ષેપ આ અગાઉ નારાયણ રાણે પણ લગાવી ચૂક્યા છે. 

નિલેશ રાણેએ જાહેરમાં ટ્વીટ કરી લખ્યું છે કે 'આદિત્ય ઠાકરે નું નામ સર્વોચ્ચ અદાલતના રેકોર્ડમાં આવી ગયું છે તેમની સુશાંત સિંહ પ્રકરણમાં કહેવાતી સંડોવણી જાહેર થઈ ગઈ છે.' અહીં એ જાણવું અગત્યનું છે કે ભાજપના કોઈ જવાબદાર નેતાએ સુશાંતસિંહ પ્રકરણમાં આદિત્યનું સીધું નામ લીધું નથી.

સુશાંત સિંહ મુદ્દે રાણે કુટુંબ બિન્દાસ રીતે આદિત્ય ઠાકરેનું નામ લઇ રહ્યો છે. પરંતુ શિવસેનાએ હજી સુધી રાણે કુટુંબ સામે કોઈ ફરિયાદ પણ નથી કરી કે નથી માનહાની નો દાવો કર્યો ..

બીજી બાજુ શિવસેના નેતા સંજય રાઉતે ભાજપને ચેતવણી આપી છે કે 'જો કોઈ મુદ્દાને કારણે મહારાષ્ટ્રની સરકાર અસ્થિર બનશે. તો, કેન્દ્ર સરકારને ઉથલાવતા અમને વાર નહીં લાગે" વધુમાં સંજય રાઉતે કહ્યું કે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત દેશના તમામ રાજ્યોએ ટેકો આપ્યો છે. આથી શિવસેના ઈચ્છે છે કે આ દેશ રાજકારણ વિના આગળ વધે..'

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

BMC Election Result 2026: મુંબઈ હવે ‘મહાયુતિ’ના કબજે! BMC સહિત 5 મહાનગરપાલિકાઓમાં સ્પષ્ટ બહુમતી, ભાજપ અને શિંદે જૂથનો ભવ્ય વિજય
Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ:BMC ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી! ઠાકરે બ્રાન્ડને નુકસાન
Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ:ભાજપ મુંબઈનો નવો બોસ છે! બીએમસીમાં પહેલી વાર મળી બહુમતી
Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ: મુંબઈમાં મતગણતરી ધીમી ગતિએ, નાગપુરમાં ભાજપની લીડ,છત્રપતિ સંભાજીનગરમાં ભાજપ ૧૨ બેઠકો પર આગળ
Exit mobile version