News Continuous Bureau | Mumbai
રાજકારણમાં(Politics) કોઈ કોઈનું સગુ નથી હોતું. સૌ કોઈ પોતાના સ્વાર્થના સગા હોય છે, તેનો અનુભવ શિવસેના(Shivsena) પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) બરોબરનો થઈ રહ્યો છે. એકનાથ શિંદેના(Eknath Shinde) બળવા(Rebellion) બાદ શિવસેનામાં ઉદ્ધવ ઠાકરેને છોડીને શિંદે સાથે જોડાવવાનો સિલસીલો થોભવાનું નામ જ નથી લેતો. થોડા કલાકો પહેલા જ પક્ષમાં રહેલા પદાધિકારીઓ સાંજ પડતા બીજા ગ્રુપમાં જોડાઈ જતા અચકાતા નથી.
આદિત્ય ઠાકરે(Aditya Thackeray) એ ગુરુવારથી રાજ્યવ્યાપી શિવ સંવાદ(Statewide Shiv Samvad) યાત્રા શરૂ કરી છે. યાત્રાના પહેલા ચરણમાં આદિત્ય ઠાકરે ભિવંડી(Bhiwandi) પહોંચ્યા હતા. આ સમયે આદિત્ય ઠાકરેએ ભિવંડીમાં આક્રમક ભાષણ(Aggressive speech) કર્યું હતું અને એકનાથ શિંદેની સાથે બળવાખોરોની(rebels) પણ ટીકા કરી હતી. તેથી સ્થાનિક શિવસૈનિકોમાં(Shiv Sainiks) જોમ ફેલાશે અને નવી આશા જાગશે તેવી અપેક્ષા હતી. જો કે, આ ભાષણના થોડા કલાકો પછી, ગુરુવારે રાત્રે ભિવંડીના તે જ શિવસૈનિક એકનાથ શિંદેના ગ્રુપમાં જોડાઈ ગયા હતા, તેનાથી શિવસેનાની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે.
એકનાથ શિંદેએ ગુરુવારે રાત્રે એક ફોટો ટ્વીટ(Twitter) કરીને આની જાણકારી આપી હતી. એકનાથ શિંદેએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે શિવસેનાના કોર્પોરેટરો(Shiv Sena corporators) અને થાણે જિલ્લાના(Thane district) ભિવંડી મ્યુનિસિપલ કોર્પોરેશન(Municipal Corporation) અને થાણે ગ્રામીણ વિભાગના(Thane Rural Division) પદાધિકારીઓ સત્તાવાર નિવાસસ્થાન(Official Residence) નંદનવન(Nandanavan) ખાતે મળ્યા હતા અને ગઠબંધન સરકારને જાહેર સમર્થન દર્શાવ્યું હતું. ત્યારે હવે સવાલ એ ઊભો થાય છે કે શું આદિત્ય ઠાકરેની 'નિષ્ઠા યાત્રા'(Nishtha Yatra) અને 'શિવ સંવાદ યાત્રા' ખરેખર આ પતનને અટકાવશે?
આ સમાચાર પણ વાંચો : શિવસેના બાદ હવે કોંગ્રેસ-રાષ્ટ્રવાદીમાં પડશે ભંગાણ- રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બંને પક્ષના આટલા મત ફૂટ્યા-જાણો વિગત
આદિત્ય ઠાકરેએ ભિવંડીમાં એક સભામાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની આકરી ટીકા કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ અઠવાડિયામાં એક નહીં પરંતુ બે સર્જરી કરાવી. પરંતુ સર્જરી પછી ઉદ્ધવ ઠાકરે પથારી પરથી ઊઠી શકતા નહોતા તે મિનિટથી એકનાથ શિંદેએ તપાસ શરૂ કરી દીધી કે શું તેઓ મુખ્યમંત્રી બની શકે છે. તેમની સાથે કોણ આવશે કે નહીં તે જોવા માટે તેમણે ધારાસભ્યોને એકત્ર કરવાનું શરૂ કર્યું. આદિત્ય ઠાકરેએ મુખ્યમંત્રી પર એવા પણ આકરા શબ્દોમાં પ્રહાર કર્યા હતા કે આ દેશદ્રોહીઓની માનવતા છે.
એક મહિનાથી શિવસેનાની માઠી દશા બેઠી છે ત્યારે પક્ષમાં ફરી જોશ ઊભું કરવા શિવ સંવાદ યાત્રા કાઢવામાં આવી છે, એવા સમયે એક પછી એક તમામ શહેર અને ગ્રામીણ વિસ્તાર પદાધિકારીઓ શિંદે ગ્રુપમાં જોડાઈ રહ્યા છે, જે શિવસેના માટે આંચકાસમાન છે.