News Continuous Bureau | Mumbai
શ્રદ્ધા હત્યા કેસ (Shraddha murder case) માં દર કલાકે નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આફતાબ (Aftab) અમીન પૂનાવાલાએ હત્યા બાદ લાશના ટુકડા કર્યા હતા તે હથિયાર પોલીસે કબજે કર્યું છે. દરમિયાન પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસને આફતાબની નવી ગર્લફ્રેન્ડ (New girlfriend) પણ મળી ગઈ છે જે શ્રદ્ધાની હત્યાના 12 દિવસ બાદ જ આફતાબના સંપર્કમાં આવી હતી. આફતાબની આ નવી ગર્લફ્રેન્ડે પોલીસ સામે અનેક સનસનીખેજ ખુલાસા કર્યા છે. પોલીસને તેની પાસેથી શ્રદ્ધાની એક વીંટી પણ મળી આવી છે જે હત્યા બાદ આફતાબે તેને ભેટમાં આપી હતી અને તે પણ જયારે તે તેને છતરપુર ફ્લેટમાં મળવા ગઈ હતી.
આફતાબની નવી ગર્લફ્રેન્ડની પોલીસ પૂછપરછ
આફતાબની આ નવી ગર્લફ્રેન્ડ તેની બર્બરતાની વાર્તા સાંભળીને સંપૂર્ણપણે ગભરાઈ ગઈ છે. તેને લાગી રહ્યું છે કે આફતાબે શ્રદ્ધાની જેમ તેને પણ મારીને તેના ટુકડા કરી નાખત. જ્યારે આફતાબની નવી ગર્લફ્રેન્ડ તેને તેના ફ્લેટ પર મળવા ગઈ ત્યારે શ્રદ્ધાના શરીરના ટુકડા ત્યાં હતા, પરંતુ આફતાબે તેને ઘરમાં શરીરના ટુકડાની હાજરી વિશે જાણ પણ ન થવા દીધી. આફતાબની નવી ગર્લફ્રેન્ડ વ્યવસાયે મનોચિકિત્સક છે. 18 મેના રોજ શ્રદ્ધાની હત્યા કર્યા પછી, આફતાબે 30 મેના રોજ ડેટિંગ એપ દ્વારા યુવતી સાથે મિત્રતા કરી અને ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં તેને તેના છતરપુર ફ્લેટમાં બોલાવી. દિલ્હી પોલીસની ટીમે આફતાબની નવી ડોક્ટર ગર્લફ્રેન્ડની લાંબા સમય સુધી પૂછપરછ કરી.
આ સમાચાર પણ વાંચો: સરાહનીય / મોદી સરકારના આ પગલાથી આઠ વર્ષમાં થઈ બે લાખ કરોડની બચત, નાણામંત્રીએ આપ્યુ મોટું નિવેદન
બીજી તરફ, રૂંવાડા ઉભા કરી દે એવી વધુ એક વાત સામે આવી છે. આરોપી આફતાબે શ્રદ્ધાનું માથું ધડથી અલગ કર્યા પછી તેના માથાના વાળ પણ કાપ્યા હતા. છત્તરપુરના જંગલમાંથી પોલીસને શ્રદ્ધાના વાળ મળી આવ્યા છે. શ્રદ્ધાના વાળ પણ તેના પિતાના ડીએનએ સાથે મેચ થયા છે.
ઘણી છોકરીઓના સંપર્કમાં હતો આફતાબ
આફતાબે જે રીતે શ્રદ્ધાની હત્યા કરી અને તેના શરીરના ટુકડા કરીને જંગલમાં ફેંકી દીધા એ સાંભળીને આજે દેશના દરેક લોકો સ્તબ્ધ છે, તો જરા વિચારો કે આ બધું જાણ્યા પછી આફતાબની બીજી ગર્લફ્રેન્ડની શું હાલત હશે. વાસ્તવમાં, દિલ્હી પોલીસે જેમ જેમ આફતાબની કુંડળી કાઢી તેમ તેમ જ પોલીસને ખબર પડી કે આફતાબ અલગ-અલગ ડેટિંગ સાઇટ્સ દ્વારા લગભગ 15 થી 20 યુવતીઓના સંપર્કમાં હતો. તપાસમાં, પોલીસને બમ્બલ એપ દ્વારા એક યુવતી વિશે માહિતી મળી જે શ્રદ્ધાની હત્યાના લગભગ 12 દિવસ પછી 30 મેના રોજ બમ્બલ એપ દ્વારા આફતાબના સંપર્કમાં આવી હતી.
આ યુવતી વ્યવસાયે મનોચિકિત્સક છે, જ્યારે પોલીસને ખબર પડી કે આ યુવતી હત્યા બાદ આફતાબના સંપર્કમાં હતી, તો પોલીસે તેની પૂછપરછ કરી. આફતાબની આ મિત્રએ પોલીસને જણાવ્યું કે, આફતાબના વર્તનથી ક્યારેય એવું ન લાગ્યું કે તેની માનસિક સ્થિતિ ખરાબ છે. તેણીએ પોલીસને જણાવ્યું કે આફતાબ સાથે તેની વાતચીત મે મહિનામાં બમ્બલ એપ દ્વારા શરૂ થઈ હતી અને તે 12 ઓક્ટોબરના રોજ આફતાબના ફ્લેટ પર ગઈ હતી, આફતાબે તેને તેના છતરપુર ફ્લેટમાં બોલાવી હતી અને બંનેએ ફ્લેટમાં સાથે સમય વિતાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: FICA Report: વધુ પૈસા માટે પોતાના દેશનો કોન્ટ્રાક્ટ છોડી રહ્યા છે ક્રિકેટર, રિપોર્ટમાં ખુલાસો
આફતાબની આ મિત્રએ જણાવ્યું કે આફતાબનો સ્વભાવ ખૂબ જ સામાન્ય અને ખૂબ કાળજી રાખનારો લાગતો હતો, આફતાબ પાસે વિવિધ પ્રકારના ડિઓડોરન્ટ્સ અને પરફ્યુમ્સનું કલેક્શન હતું અને તે ઘણીવાર આ મિત્રને પરફ્યુમ ભેટ આપતો હતો. તેણીએ જણાવ્યું કે તે ઓક્ટોબર મહિનામાં બે વખત આફતાબના ફ્લેટ પર આવી હતી પરંતુ તેને શ્રદ્ધાની હત્યા કે ઘરમાં શરીરના ટુકડા હોવાની સહેજ પણ ખબર ન પડી. આફતાબ ક્યારેય ડારેલો દેખાતો ન હતો, તે અવારનવાર તેના મુંબઈના ઘર વિશે જણાવતો હતો અને જ્યારે તે સપ્ટેમ્બરમાં મુંબઈ ગયો હતો ત્યારે તે ત્યાં વિશે પણ જણાવતો હતો. આફતાબે આ મિત્રને એક ફેન્સી વીંટી ભેટમાં આપી હતી જે સોનાની નહીં પણ આર્ટિફિશિયલ હતી. આ વીંટી આફતાબે આ નવી મિત્રને 12મી ઓક્ટોબરે ભેટ તરીકે આપી હતી. આ વીંટી શ્રદ્ધાની હતી.
ખૂબ જ ગભરાયેલી છે આફતાબની મિત્ર
જ્યારે પોલીસે આફતાબની ડોક્ટર મિત્રને જણાવ્યું કે આફતાબે આ ફ્લેટમાં શ્રદ્ધાની હત્યા કરી છે અને શ્રદ્ધાના શરીરના અંગોને ઓક્ટોબર સુધી ફ્રીજમાં છુપાવી રાખ્યા હતા ત્યારે આફતાબની આ મિત્ર ખૂબ જ ગભરાઈ ગઈ હતી. તેને ખૂબ જ આશ્ચર્ય થયું કે આફતાબ જે રીતે તેની કાળજી અને ચિંતા કરતો હતો. તેને મનમાં ક્યારેય વિચાર્યું ન હતું કે આફતાબ આટલી ક્રૂર રીતે કોઈની હત્યા કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો: કામની યોજના / આ સ્કીમમાં જમા કરો 200 રૂપિયા, એકસાથે મળશે 6 લાખથી વધુ રૂપિયા