ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 સપ્ટેમ્બર 2020
ભારતમાં સામાન્ય રીતે શાળાઓ મે-જૂન ની આસપાસ ખુલી જતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે 6 મહિના પછી ગઇકાલને સોમવારે શાળાઓ ખુલી છે. આઠ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની શાળાઓ માર્ચ મહિના પછી પહેલી વાર ખોલવામાં આવી છે. અનલોકની ગાઈડ લાઈન્સ મુજબ કેન્દ્ર સરકારે શાળાઓમાં નિયમિત વર્ગો પર પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત, મહત્તમ 50% સ્ટાફ – બંને- અધ્યાપન અને નોન-ટીચિંગ સ્ટાફને મંજૂરી આપી છે. ફક્ત 9 થી 12 ના વર્ગના વિદ્યાર્થીઓને તેમના શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવવા માટે શાળાએ જવાની મંજૂરી આપવામાં આવી છે . પરંતુ શાળાએ આવનારા વિદ્યાર્થીઓ ના માતાપિતા / વાલીઓની લેખિત પરવાનગી જરૂર લેવી પડશે, તેમજ દરેક શાળાઓના આચાર્યોએ તેમની શાળામાં કર્મચારીઓની સંખ્યા અંગે નિર્ણય લેવો પડ્યો.
જે રાજ્યોએ આંશિક રીતે શાળાઓ ફરી શરૂ કરી છે તેમાં આંધ્રપ્રદેશ, આસામ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મેઘાલય, નાગાલેન્ડ, હિમાચલ અને સિક્કિમનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાત, યુપી અને છત્તીસગઢ રોગચાળા વચ્ચે શાળાઓ ફરીથી ખોલવાના વિરોધમાં છે, કારણ કે તેઓને લાગે છે કે તેનાથી કોરોનાના પોઝિટીવ કેસોની સંખ્યા વધી શકે છે. બીજી તરફ બિહાર આજે શાળાઓ ફરી શરૂ કરવા અંગે નિર્ણય કરશે અને તેના માટે SOP પણ જારી કરશે. અન્ય તમામ રાજ્યો શાળાઓ ફરી શરૂ કરવી કે નહીં તે અંગે અસ્પષ્ટ છે. જ્યારે અન્ય લોકો આગળ શું કરવાનું છે તેની યોજના બનાવી રહ્યા છે.