News Continuous Bureau | Mumbai
Thane Factory Fire : મહારાષ્ટ્રના થાણે ( Thane ) જિલ્લાના બદલાપુર ( Badlapur ) MIDCમાં એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે ભીષણ આગ ( Fire ) લાગી હતી. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. થાણે પોલીસે ( Thane Police ) આ જાણકારી આપી છે. પ્રાપ્ત માહિતીઅનુસાર, ગુરુવારે સવારે 4.30 વાગ્યે થાણેની કેમિકલ ફેક્ટરીમાં ( chemical factory ) એક પછી એક અનેક વિસ્ફોટ થયા હતા.
#WATCH | Thane, Maharashtra: Five injured in a blast at a chemical factory in Badlapur MIDC. Fire tenders are on the spot. Further details awaited.
(Source: Thane Police) pic.twitter.com/49fHnV52h5
— ANI (@ANI) January 18, 2024
મહાનગરપાલિકાના ડિઝાસ્ટર સેલે માહિતી પ્રમાણે આ અકસ્માતમાં એક કર્મચારીનું મોત થયું છે અને અન્ય ચાર ઘાયલ થયા છે. મૃતકની ઓળખ થઈ શકી નથી. આ દરમિયાન ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડાએ આ વાતની પુષ્ટિ કરી છે.
વિસ્ફોટનો અવાજ એક કિલોમીટર સુધી સંભાળ્યો હતો.
આ અંગે ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે કેમિકલથી ભરેલા કેટલાક ડ્રમમાં આગ લાગતા તે ફેક્ટરીમાં ફાટવાથી ( explosion ) આગ લાગવાની પ્રાથમિકા શક્યતા લાગી રહી છે, જેના કારણે ટેમ્પો અને બહાર પાર્ક કરેલા વાહનો પર પણ આગ ફેલાઈ ગઈ હતી. આ કારણે આગ વધી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અંબરનાથ, બદલાપુર અને ઉલ્હાસનગરથી ચાર ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આ આગ નજીકના બે એકમોમાં ફેલાઈ ગઈ હતી, લગભગ બે કલાક પછી આગ કાબૂમાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Mumbai Crime: કાંદિવલીમાં લિવ ઈન રિલેશનમાં રહેતા પાર્ટનરની હત્યા કરી.. આત્યમહત્યાનો પ્રયાસ..
સીએફઓએ કહ્યું કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ એક કિલોમીટર દૂર સુધી સંભળાતો હતો. હાલ વિસ્ફોટોનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી તેથી વધુ તપાસ ચાલુ છે.