Site icon

ગુજરાતમાં ભાજપની રેકોર્ડ જીત બાદ શિવસેનાએ કર્યા પીએમ મોદીના ભરીભરીને વખાણ, કહી આ મોટી વાત

સામનાના તંત્રીલેખમાં લખ્યું છે કે, "મોદી 15 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને આ સમયગાળા દરમિયાન ગુજરાતે પ્રગતિ કરી. વડાપ્રધાન તરીકે મોદીએ ગુજરાત પર વિશેષ ધ્યાન આપ્યું. તેથી ગુજરાતની ઐતિહાસિક જીતનો શ્રેય માત્ર મોદીને જ આપવામાં આવવો જોઈએ."

After BJP's record victory in Gujarat, Shiv Sena praised PM Modi.

ગુજરાતમાં ભાજપની રેકોર્ડ જીત બાદ શિવસેનાએ કર્યા પીએમ મોદીના ભરીભરીને વખાણ, કહી આ મોટી વાત

 News Continuous Bureau | Mumbai

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ દરેકને આશ્ચર્ય થયું છે. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં રેકોર્ડ સંખ્યામાં બેઠકો જીતી છે. વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભગવા પક્ષની હવામાં ઉડી ગયા. ગુજરાતની આ જીત બાદ શિવસેનાના મુખપત્ર ‘સામના’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

પત્રમાં લખવામાં આવ્યું છે કે ગુજરાતની ચૂંટણીમાં મળેલી જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત છે. સામનાના તંત્રીલેખમાં લખ્યું છે કે, “મોદી 15 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને આ સમયગાળા દરમિયાન ગુજરાતે પ્રગતિ કરી. વડાપ્રધાન તરીકે મોદીએ ગુજરાત પર વિશેષ ધ્યાન આપ્યું. તેથી ગુજરાતની ઐતિહાસિક જીતનો શ્રેય માત્ર મોદીને જ આપવામાં આવવો જોઈએ.”

આ સમાચાર પણ વાંચો: ચૂંટણી પરિણામો વચ્ચે સંસદ ભવનમાં બેઠકની રાહ જોતા રહ્યા કોંગ્રેસના સાંસદો, જન્મદિવસ ઉજવવા રાજસ્થાનના રિસોર્ટ ચાલ્યા ગયા સોનિયા ગાંધી

‘ગુજરાતમાં ભાજપની જીત પર કોઈને શંકા નથી’

તંત્રીલેખમાં પીએમ મોદીના વખાણ કરતા લખવામાં આવ્યું હતું કે, “ગુજરાતમાં ભાજપની જ જીત થશે, તે અંગે કોઈના મનમાં શંકા આવવાનું કોઈ કારણ ન હતું. કોરોનાના સમયગાળા દરમિયાન ગુજરાતમાં સૌથી વધુ હાહાકાર મચ્યો. હોસ્પિટલમાં કોઈ જગ્યા નહોતી. સ્મશાનગૃહમાં મૃતદેહ લઈને સંબંધીઓએ લાઈનો લગાવી હતી. તેમ છતાં લોકોએ મોદીને મત આપ્યા હતા. આ માત્ર તેમની સુનિયોજિત ચૂંટણી તંત્ર અને વડાપ્રધાન હોવા છતાં તેમના ગૃહ રાજ્ય પર ધ્યાન રાખવાને કારણે થયું. ચૂંટણી પહેલા મોરબી બ્રિજ અકસ્માત થયો. શોકનું મોજું ફેલાયું. પણ મોદી લહેરને એ લહેરનો જોરદાર ફટકો ન પડ્યો. કારણ કે મોદી ગુજરાતના ગૌરવ પુરુષ છે.”

ગુજરાતની સત્તામાં ભાજપની સતત 7મી વખત વાપસી

ભારતીય જનતા પાર્ટી ગુરુવારે ગુજરાતમાં પ્રચંડ જીત નોંધાવીને સતત 7મી વખત સત્તામાં પરત આવી છે. આ ચૂંટણીમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્માના આધારે, ભાજપે કોંગ્રેસને અત્યાર સુધીની સૌથી મોટી માત આપી છે અને વિપક્ષોને હરાવીને રાજ્યમાં અત્યાર સુધીની સૌથી મોટી બહુમતી મેળવી લીધી છે. આ ચૂંટણીઓ પછી ગુજરાત ભાજપના ગઢ તરીકે વધુ મજબૂત બનીને ઉભરી આવ્યું. રાજ્યની 182 બેઠકોમાંથી ભાજપે 156 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસને 17 અને AAPને માત્ર 5 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે.

આ સમાચાર પણ વાંચો: ગુજરાતના આ 22 જિલ્લામાં કોંગ્રેસને બેઠક નહીં, 128 ઉમેદવારોની ડિપોઝિટ થઈ જપ્ત, જાણો ચૂંટણીમાં કેવી રીતે થાય છે ડિપોઝિટ ડૂલ

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version