ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
31 જુલાઈ 2020
કોરોના વાયરસ દરમિયાન લોકડાઉનને કારણે અનેક સેક્ટરને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માઠી અસર પહોંચી છે. પરંતુ, રિયલ એસ્ટેટમાં આવેલા પરિવર્તન નજરે ચડે છે. બાંધકામ ક્ષેત્રે માગમાં આવેલા ફેરફારને કારણે બિલ્ડરો પોતાના પહેલેથી બનેલા પ્લાનમાં અને પ્રોજેક્ટમાં ઘણા ફેરફારો કરી રહ્યા છે.
મહિનાઓ સુધી લોકડાઉનને કારણે ઘરમાં બંધ રહેલા લોકોની માંગ બદલાય છે. ખાસ તો એવા ઘરની માંગ થઈ રહી છે જે, વધુ ખુલ્લા હવા-ઉજાસવાળા અને સોસાયટીનો એરીયા વધારે ગ્રીન હોય. ગ્રાહકોની નવી માંગ અનુસાર આર્કિટેક્ તથા બિલ્ડરો પોતાના પ્લાન અને બાંધકામમાં હવે ધીમે ધીમે પરિવર્તન લાવી રહ્યા છે. પરંતુ એક મુશ્કેલી ઊભી થઈ છે. અગાઉથી તૈયાર થઇ ચૂકેલા ફ્લૅટને હવે વેચવા કઈ રીતે.!? લોકડાઉનને કારણે આર્થિક મૂંઝવણમાં મૂકાયેલા બિલ્ડરો અને રિયલ એસ્ટેટ કંપનીઓએ, સરકારને પત્ર લખી હાઉસિંગના નિયમોમાં ગ્રાહકોની માંગ પ્રમાણે પરિવર્તન કરવાની અપીલ કરી છે.
સૌથી વધારે માંગ રૂમ સાથે જોડાયેલી બાલ્કની છે. દરેક રૂમમાં મોટી બારીઓ સાથે જ નાનું રસોડું ની માંગ વધી છે. તેમજ સોસાયટીમાં પણ સર્વિસ રૂમ, ખસેડી શકાય એવા કબાટ, ઓછા પાર્ટીશન અને મુવેબલ ફર્નિચરની માંગ થઇ રહી છે. ઉપરાંત પ્રોપર્ટી શહેરથી બહાર ના એટલે કે 10 થી 15 કિલોમીટરના દૂર વિસ્તારમાં હોય એની સૌથી મોટી માંગ નીકળી છે
બિલ્ડરોનું કહેવું છે કે "કોરોના વાયરસના સંક્રમણની અને તાલાબંધીને કારણે લોકોની વિચારસરણી ધરમૂળથી બદલાઈ ગઈ છે. હવે લોકો ખુલ્લા મકાન અને શહેરથી દૂર તરફ નજર દોડાવી રહ્યા છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com