265
ગુજરાત બાદ હવે મધ્યપ્રદેશ અને હરિયાણા સરકારે પણ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે.
સીએમ શિવરાજસિંહ ચોહાણે 12મા ધોરણની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરતા જણાવ્યું કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
જોકે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
આ બન્ને રાજ્ય બાદ હવે મહારાષ્ટ્ર અને યુપી બોર્ડ પર બધાની નજર મંડાઈ છે. આ બન્ને રાજ્યો પણ 12માના બોર્ડની પરીક્ષા રદ કરે તેવી સંભાવના છે.
Join Our WhatsApp Community