કાશ્મીર બાદ હવે આ રાજ્યમાં ઉગ્રવાદીઓએ ભીડ પર કર્યું અંધાધૂંધ ફાયરીંગ, આટલા લોકોના નિપજ્યા મોત; જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 13 ઓક્ટોબર, 2021

બુધવાર

કુકી ઉગ્રવાદીઓએ કાંગપોકપીમાં બી ગમનોમ ગામમાં ભેગી થયેલી ભીડ પર ફાયરિંગ કર્યુ હોવાની ઘટના સામે આવી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ સુરક્ષા દળો દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવેલા બે ઉગ્રવાદીઓના અંતિમ સંસ્કાર થઇ રહ્યા હતા ત્યારે ત્યાં ભેગી થયેલી ભીડ પર કુકી ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો.

આ ફાયરિંગની ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. ત્રણના શબ જપ્ત થઇ ચુક્યા છે, સર્ચ ઓપરેશન ચાલુ છે.

ફાયરિંગમાં એક બાળક ઘાયલ થયો છે જેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. 

મુખ્યમંત્રી એન બીરેન સિંહે આ હુમલાની ટિકા કરી છે.

મહત્વપૂર્ણ છે કે બે દિવસ પહેલા જ મણિપુરના હિંગોરાનીમાં સુરક્ષાદળોએ ચાર ઉગ્રવાદીઓને ઠાર માર્યા હતા. 

તો શું મહારાષ્ટ્રમાં વીજપુરવઠો ખંડિત થશે? મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોએ કોલસાના આટલા કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને ચૂકવવાના બાકી.. જાણો વિગત.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More