News Continuous Bureau | Mumbai
રાજસ્થાનના અજમેરમાં જિલ્લા પ્રશાસને ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે તમામ જાહેર અને ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
સાથે જ આગામી એક મહિના સુધી કોઈપણ ધાર્મિક કાર્યક્રમમાં ઝંડા અને બેનરોના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
તેમજ કહેવામાં આવ્યું છે કે જો કોઈ આવું કરતા પકડાશે તો તે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરને લઈને અનેક વિવાદો સામે આવ્યા છે.
