માયાવતીના નનૈયા પછી મુખ્તારને મળી આ પાર્ટીની ઓફર, UPમાં કોઇ પણ બેઠક માટે ટિકિટ આપવા તૈયાર; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021

શુક્રવાર

ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે જેને લઇને હાલ રાજનીતિમાં ગરમાગરમી ચાલી રહી છે. 

માયાવતીએ મુખ્તાર અંસારીને ટિકિટ આપવાનો ઈનકાર કર્યા બાદ AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ધારાસભ્યને ખુલ્લી ઓફર આપી છે.

ઓવૈસીએ કહ્યુ કે મુખ્તાર અંસારી ઉત્તરપ્રદેશની જે બેઠક પર ચુંટણી લડવા માંગે તેમને ટિકિટ આપવા પાર્ટી તૈયાર છે.

યુપીમાં 2022ની વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે, ત્યારે ઓવૈસીએ પણ વિધાનસભાની ચૂંટણીને લઈને આગોતરૂ આયોજન કર્યુ છે. 

તેઓ આ મહિનામાં યુપી પ્રવાસ પર રહેશે, જેમાં તે 25 સપ્ટેમ્બરના રોજ પ્રયાગરાજ, 26 ના રોજ કાનપુર અને 30 સપ્ટેમ્બરના રોજ બહરાઈચની મુલાકાત લેશે.

યોગી સરકારનો મોટો નિર્ણય: મથુરા વૃંદાવનનો આટલા કિ.મી. વિસ્તાર તીર્થસ્થળ તરીકે જાહેર, આ વસ્તુઓના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More