ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે જેને લઇને હાલ રાજનીતિમાં ગરમાગરમી ચાલી રહી છે.
માયાવતીએ મુખ્તાર અંસારીને ટિકિટ આપવાનો ઈનકાર કર્યા બાદ AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ધારાસભ્યને ખુલ્લી ઓફર આપી છે.
ઓવૈસીએ કહ્યુ કે મુખ્તાર અંસારી ઉત્તરપ્રદેશની જે બેઠક પર ચુંટણી લડવા માંગે તેમને ટિકિટ આપવા પાર્ટી તૈયાર છે.
યુપીમાં 2022ની વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે, ત્યારે ઓવૈસીએ પણ વિધાનસભાની ચૂંટણીને લઈને આગોતરૂ આયોજન કર્યુ છે.
તેઓ આ મહિનામાં યુપી પ્રવાસ પર રહેશે, જેમાં તે 25 સપ્ટેમ્બરના રોજ પ્રયાગરાજ, 26 ના રોજ કાનપુર અને 30 સપ્ટેમ્બરના રોજ બહરાઈચની મુલાકાત લેશે.
