ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,6 ઓગસ્ટ 2021
શુક્રવાર
મહારાષ્ટ્રની રાજનીતિમાં એકાએક મોટા બદલાવ જોવા મળી રહ્યા છે. રાજ ઠાકરે સાથે બેઠક કર્યા પછી ચંદ્રકાંત દાદા પાટીલ દિલ્હીમાં પહોંચી ગયા છે. અહીં તેમની મુલાકાત અમિત શાહ સાથે થઈ. આ ઉપરાંત મુંબઈ ભાજપના વરિષ્ઠ નેતા આશિષ શેલાર પણ દિલ્હી પહોંચી ગયા છે. તેમની મુલાકાત પણ અમિત શાહ સાથે થઈ હતી. બીજી તરફ પોતાનો મહારાષ્ટ્રનો પ્રવાસ પડતો મૂકીને દેવેન્દ્ર ફડનવીસ પણ દિલ્હી પહોંચી ગયા છે. મળતી માહિતી અનુસાર તેઓ પણ અમિત શાહને મળી રહ્યા છે.
જોવાની વાત એ છે કે થોડા દિવસ અગાઉ શરદ પવાર પણ અમિત શાહને મળી આવ્યા હતા. આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્રની રાજનૈતિક ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે.