ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021
બુધવાર.
દિલ્હીમાં ખતરનાક રીતે પ્રદૂષણનું સ્તર વધી ગયું છે. ફક્ત એક કલાક જ દિલ્હીના રસ્તા પર બાઈક ચલાવનારા યુવકને હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવો પડયો છે.
ઘરેથી નીકળ્યો ત્યારે એકદમ ફિટ એન્ડ ફાઇન રહેલા યુવકની એક કલાકમાં તબિયત લથડી ગઈ હતી. તેને પગલે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી હતી. દિલ્હીનું પ્રદૂષણ તેની આ હાલત માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
છેલ્લા થોડા દિવસથી દિલ્હી હવાની ગુણવત્તા એકદમ ધસરી ગઈ છે. હવામાં ઝેરી વાયુ ખતરનાક સ્તરે પહોંચી ગયા છે. આ યુવક એક કલાક બાઈક પર ગયો અને તેને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી હતી. હોસ્પિટલમાં તેને દાખલ કરવામા આવ્યા બાદ ડોકટરોના કહેવા મુજબ પ્રદૂષણને કારણે તેની આવી હાલત થઈ હતી. 29 વર્ષનો યુવક સિગરેટ નથી પીતો છતાં તેની આવી હાલત થઈ હતી ત્યારે દિલ્હીના બાળકો અને વૃદ્ધોની હાલત કેવી હશે તે વિચારવા જેવી થઈ ગઈ છે.
દિલ્હીનું વાતાવરણ એટલું પ્રદૂષિત થઈ ગયુ છે જે દિવસના 20થી 25 સિગરેટ પીધા બાદ જેટલો ધુમાડો શરીરમાં જાય તેટલો ધુમાડો દિલ્હીવાસીઓ હાલ શ્વાસમાં લઈ રહ્યા છે.