Site icon

મહારાષ્ટ્રમાં પોલિટીકલ ડ્રામા પાર્ટ ટુ- હવે વિધાન પરિષદમાં શિવસેના-કોંગ્રેસને ફટકો આપશે બીજેપી-જાણો વિગતે શું છે નવી રાજકીય રમત

News Continuous Bureau | Mumbai

રાજ્યસભાની ચૂંટણીમાં(Rajya Sabha elections) ભાજપે(BJP) શિવસેના(Shivsena) સહિત મહાવિકાસ આઘાડીને(Mahavikas Aghadi) જોરદાર ફટકો આપ્યા બાદ તેમનો વિશ્વાસ વધ્યો છે. હવે બહુ જલદી વિધાન પરિષદની ચૂંટણી(Legislative Council elections) થવાની છે ત્યારે ભાજપે ફરી શિવસેનાને અને કોંગ્રેસને(Congress) નુકસાન પહોંચાડવાની તૈયારી કરી લીધી હોવાનું કહેવાય છે.

Join Our WhatsApp Community

વિધાન પરિષદની ચૂંટણી માટે ભાજપે 5 ઉમેદવાર આપ્યા હોવાથી ક્રોસ વોટિંગની(cross-voting) શક્યતા છે. તેમાં કોંગ્રેસને ફટકો લાગવાની ભારોભાર શક્યતા છે. 20 જૂનના વિધાન પરિષદની ચૂંટણી થવાની છે. 

રાજકીય સ્તરે(political level) ચાલી રહેલી ચર્ચા મુજબ, ભાજપ દ્વારા પ્રાયોજિત સદાભાઉ ખોત(Sadabhau Khot) અને એનસીપીના(NCP) વધારાના ઉમેદવાર શિવાજીરાવ ગર્જે સોમવારે, વિધાન પરિષદની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે પાછા ખેંચી લીધા હતા. તેથી હવે 10 બેઠકો માટે 11 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. 

વિધાન પરિષદની ચૂંટણીમાં ગુપ્ત મતદાન થતું હોવાથી હોર્સ-ટ્રેડિંગ(Horse-trading) અને ક્રોસ વોટિંગ(Cross voting) થવાની સંભાવના છે. આનાથી કોંગ્રેસના ભાઈ જગતાપને જોરદાર ફટકો પડવાની શક્યતા છે. ઉપરાંત શિવ સેનાના અમશા પાડવી અને એનસીપીના એકનાથ ખડસે પણ ડેન્જર ઝોનમાં હોવાનું કહેવાય છે. 

 આ સમાચાર પણ વાંચો : નુપુર શર્માના સમર્થનમાં હવે આવી કરણી સેના-આપી દીધું વિવાદાસ્પદ નિવેદન-કહ્યું-જો નુપૂર શર્માને કંઈ થયું તો

ભાજપમાંથી એનસીપીમાં જોડાયેલા ના એકનાથ ખડસે(Eknath Khadse) અને શિવસેનાના ઉમેદવાર અમશા પાડવીમાંથી એકને હરાવવાની ભાજપની યોજના છે. વધુ વોટ મેળવીને સરકાર લઘુમતીમાં છે તે બતાવવાનો ભાજપ પ્રયાસ કરી રહી હોવાનું કહેવાય છે.

શિવસેના  રાજ્યસભામાં મળેલી હારને કારણે કોંગ્રેસ પર નારાજ હોવાનું કહેવાય છે. તેથી તે કોંગ્રેસને સહકાર આપે એવી શક્યતા નથી. તેથી શિવસેના પોતાના બંને ઉમેદવારોને સુરક્ષિત કરવા માટે અપક્ષ અને નાના પક્ષોની મદદથી 30 જેટલા ક્વોટા સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

વિધાનપરિષદની ચૂંટણીમાં અપક્ષના વોટ બહુ મહત્વના રહેશે. અપક્ષ ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં ભંડોળ અને મહામંડળ મેળવવા માટે 29 ધારાસભ્યો વ્યૂહરચના બનાવી રહ્યા હોવાનું કહેવાય છે. જેમાં તેમના મતવિસ્તારના કામને પૂરા કરવા માટે સરકાર પાસેથી વચન લેવું મહામંડળ તેમજ શક્ય હોય તો મંત્રીમંડળમાં સ્થાન મેળવવા દબાણ લાવવું અને મતદાનના બદલામાં આગામી સમયમાં સત્તાધારી પક્ષો પાસેથી તમામ પ્રકારની મદદ મળે તેવી અપેક્ષા અપક્ષ ધારાસભ્યો રાખી રહ્યા છે.

 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version