News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena)ના નિતીન દેશમુખ(Nitin Deshmukh)નામના ધારાસભ્યએ સંજય રાઉત(Sanjya Raut) સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં (press conference) તેમણે આરોપ લગાવ્યો હતો કે ગુજરાતની પોલીસે(Gujarat Police) તેમને ગોંધી રાખ્યા હતા અને નકલી હાર્ટ એટેક(heart Attack) ઉપચાર હેઠળ તેમને ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે પોતાની આપવીતી કરતાં જણાવ્યું હતું કે અનેક સમસ્યાઓ અને મુસીબતોનો સામનો કરીને તેઓ જેમ તેમ કરતાં મુંબઈ પહોંચ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : રાજ્ય સરકારમાં સત્તા નહીં પરંતુ પાર્ટી બચાવવાના ઉદ્ધવ ઠાકરેના ફાંફાં- આજે બોલાવી શિવસેના પાર્ટી પદાધિકારીઓની બેઠક-જાણો કઇ રણનીતિ પર કામ કરી રહ્યા છે ઉદ્ધવ ઠાકરે
એકનાથ શિંદે(Eknath Shinde) જૂથ તરફથી આ જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. ફોટોગ્રાફ સહિત એકનાથ શિંદે જૂથે પત્રકારોને માહિતી આપી છે કે નિતીન દેશમુખ સડક ના માધ્યમથી નહીં પરંતુ પ્રાઇવેટ વિમાન(private jet) ના માધ્યમ થી મહારાષ્ટ્ર પાછા પહોંચ્યા હતા. એટલું જ નહીં અનેક ફોટોગ્રાફ રિલીઝ કરીને પત્રકારોને જણાવવામાં આવ્યું છે કે નિતીન દેશમુખ તમામ જગ્યાએ પોતાની મરજીથી આવ્યા હતા તેમજ તેમણે કાનૂની કાર્યવાહીમાં પણ હિસ્સો લીધો હતો.

આમ મહારાષ્ટ્ર પરત આવવા માટે લોકો પાસે લિફ્ટ લેવાના દાવાની હવા નીકળી ગઈ છે.