News Continuous Bureau | Mumbai
શિવસેનામાં(Shiv Sena) ભંગાણ પાડીને ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) મોટું નુકસાન કર્યા બાદ હવે શિંદે જૂથે(Shinde group) રાજ ઠાકરેની(Raj Thackeray) MNSને મોટો ઝટકો આપ્યો છે. શિંદે ગ્રુપે હવે પોતાની નજર MNS નાખી હોવાનું કહેવાય છે
મુંબઈની નજીક આવેલા પનવેલ(Panvel), ઉરણ(Uran), ખારઘરના(Kharghar) અનેક MNSના પદાધિકારીઓ શિંદે જૂથમાં જોડાયા હોવાથી MNSને ઘણું નુકસાન થયું છે. ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખો(former District Presidents) સહિત 65 લોકો શિંદે જૂથમાં જોડાયા છે.
આ સમાચાર પણ વાંચો : એનસીપી પાર્ટીની ટીખળખોર બેનરબાજી- જે અન્ય પક્ષના નેતા ભાજપમાં ગયા હોય તેમની તપાસ ચાલુ થાય તો એક લાખનું ઇનામ- જુઓ પોસ્ટર
સોમવારે રાત્રે મનસેના(MNS) પૂર્વ જિલ્લા અધ્યક્ષ અતુલ ભગત(Atul Bhagat) અને ભૂતપૂર્વ પદાધિકારીઓ એકનાથ શિંદેને(Eknath Shinde) મળ્યા અને તેમના જૂથમાં જોડાયા. તાજેતરમાં MNS નેતા અમિત ઠાકરેએ(Amit Thackeray) નવી મુંબઈની સાથે રાયગઢની(Raigad) મુલાકાત લીધી હતી. પરંતુ, થોડા જ દિવસોમાં MNSએ આ વિસ્તારમાં ઘણું ગુમાવ્યું છે.