ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૧ જૂન ૨૦૨૧
શુક્રવાર
કોરોના સંક્રમણ ટાળવા માટે હાલ કોરોના પ્રતિબંધાત્મક રસી પર ખૂબ ભાર આપવામાં આવી રહ્યો છે. એવામાં મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક વૃદ્ધ વ્યક્તિએ રસીનો બીજો ડોઝ લીધા બાદ તેના શરીરમાં ચુંબકીય શક્તિ આવી ગઈ છે. એથી તેમના શરીર પર તમામ ચુંબકીય ધાતુઓ સરળતાથી ચીપકી જાય છે.
આ ઘટના નાસિકના અરવિંદ જગન્નાથ સોનાર નામની એક વ્યક્તિ સાથે બની છે. જ્યારે પ્રથમ વખત આ ઘટના બની તો પરિવારના સભ્યોને થયું કે કદાચ પરસેવાના કારણે આ વાસણો શરીર પર ચીપક્યાં હશે. જે બાદ અરવિંદ સોનારને નવડાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ પણલોખંડની ચીજો તેમના શરીરને ચીપકવા લાગી હતી. હાલ આ ઘટનાક્રમ ઘણા દિવસોથી ચાલી રહ્યો છે.
નાશિક શહેરના તબીબો માટે પણ આ બાબત એક પહેલી બની ગઈ છે. નાસિકાના ડૉ.અશોક થોરાટે એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં જણાવ્યું કે ‘આ સંશોધનનો વિષય છે. અત્યારે આ અંગે કોઈ ટિપ્પણી કરવી ખૂબ જ અઘરી છે. સઘન તપાસ કર્યા બાદ જ તારણ કાઢી શકાશે કેઆ ઘટના પાછળનું કારણ શું હોઈ શકે છે.”
ગુજરાતના આ શહેરમાં લેવાયો આ મોટો નિર્ણય; હવે ‘વેક્સિન નહિ, તો વ્યાપાર નહિ’ની નીતિ, જાણો વિગત
બીજી બાજુ અરવિંદ સોનારનો પુત્ર કહે છે કે, ‘તેમણે યુટ્યુબ પર એક વીડિયો જોયો હતો. જેમાં દિલ્હીના એક વ્યક્તિએ પણ કોરોનાનો બીજો ડોઝ લીધા પછી તેના શરીરમાં મૅગ્નેટિક પાવર સર્જાયો હોવાની વાત કહી હતી.” હવે દરેક વ્યક્તિએ જાણવા માગે છે કે શરીરમાં આટલી મોટી માત્રામાં ચુંબકીય શક્તિ કેવી રીતે પેદા થઈ છે. જોકેડૉક્ટરો પાસે પણ આનો કોઈ જવાબ નથી.