ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર.
દેશમાં 16 જાન્યુઆરી 2021થી કોવિડની વેક્સિન આપવાનું ચાલુ કરવામાં આવ્યું હતુ, તેના એક મહિના બાદ ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિન આપવાનુ ચાલુ કરવામા આવ્યુ હતું, ત્યારે સિનિયર બ્યુરોક્ટેસ અને મહારાષ્ટ્રના નવા નીમાયેલા ચીફ સેક્રેટરી દેબાશિષ ચક્રબ્રતીએ તેના 10 મહિના બાદ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે.
ભાયખલામાં આવેલી જે.જે. હોસ્પિટલમાં 59 વર્ષના દેબાશિષ ચક્રબતીએ કોવેક્સિનનો વેક્સિનનો પહેલો ડોઝ ગુરવારે લીધો હતો. ત્રણ દિવસ પહેલા સીતારામ કુંટે ચીફ સેક્રેટરી પદ પરથી રિટાયર્ડ થયા બાદ દેબાશિષે ચાર્જ લીધો છે.
જાન્યુઆરીમાં વેક્સિનેશન ચાલુ થયા બાદ શરૂઆતમાં હેલ્થ વર્કરોને અને ત્યારબાદ ફ્રન્ટલાઈન વર્કરોને વેકિસન આપવાનું ચાલુ કરવામાં આવ્યુ હતું. ત્યારે અનેક ફ્રન્ટલાઈન વર્કરોએ વેક્સિન લીધી હતી. પરંતુ તેમનો ચોક્કસ આંકડો જાણી શકાયો નહોતો. અમુક બ્યુરોકેટ્સ તેમ જ અધિકારીઓએ હજી સુધી વેકિસન લીધી ન હોવાનું કહેવાય છે, જોકે તે પાછળ હેલ્થ સહિત અનેક કારણો હોવાનું માનવામાં આવે છે.
દેબાશિષે વેક્સિન લેવામાં કેમ વિલંબ કર્યો હતો, તે પાછળ કારણ જાણી શકાયું નહોતું. પંરતુ સરકારી અધિકારીઓને રોજ અનેક લોકોને મળવાનું હોય છે. અનેક સરકારી મિટિંગ, સરકારી અધિવેશનમાં હાજરી આપવાની હોય છે. તેથી તેમની માટે વેક્સિન લેવું આવશ્યક છે.
અહીં ઉલ્લેખનીય છે કે દેબાશિષ જેવા હજી મહારાષ્ટ્રમાં 1.6 કરોડ લોકો છે, જેણે હજી સુધી વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી. હાલ રાજયમાં 45 ટકા લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે.