News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena) પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સામે બળવો કરી એકનાથ શિંદે(Eknath Shinde) મુખ્યપ્રધાન(CM) બની ગયા છે. શિવસેનામાં મોટું ભંગાણ પડયું છે, ત્યારે હવે જો લોકસભાની ચૂંટણી(Loksabha Election) થાય છે તેનો સીધો ફાયદો હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને(MNS) થશે એવો અંદાજ એક સર્વેમાં આવ્યો છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ(Raj thackeray) 2019માં લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. અપ્રત્યક્ષ રીતે તેમણે કોંગ્રેસ(Congress) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસને(NCP) મદદ કરીને મોદી સરકાર વિરુદ્ધ બ્યુગલ ફૂંક્યું હતું. જોકે હવે મહારાષ્ટ્રમાં સત્તાના સમીકરણો બદલાઈ ગયા છે. શિવસેનામાં પડેલા ભંગાણનો 14 ટકા ફાયદો MNSને થશે એવું જણાઈ આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : આદિત્ય ઠાકરેનો વિડિયો વાયરલ- નિષ્ઠા યાત્રા દરમિયાન નમાજના ભૂંગળા વાગ્યા એટલે રેલી રોકી દીધી
ઈંડિયા ટીવીએ(India TV) એક સર્વે કર્યો છે. સર્વે મુજબ આજે જો લોકસભાની ચૂંટણી થાય તો શિવસેનામાં પડેલા ભંગાણનો કોને કેટલો ફાયદો થશે એવો સવાલ કરવામાં આવ્યો હતો. તેના પર ભાજપને(BJP) 48 ટકા, રાષ્ટ્રવાદી કોંગ્રેસને(NCP) 21 ટકા, કોંગ્રેસને(Congress) 17 ટકા અને મનસેને 14 ટકા ફાયદો થશે એવું આ સર્વેક્ષણમાં જણાયું છે.
લોકસભાની ચૂંટણી થાય તો 48 જગ્યામાંથી ભાજપને 26 જગ્યા મળશે. શિંદે ગ્રુપને 11, રાષ્ટ્રવાદી કોંગ્રેસને છ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના(Shivsena) 3 અને કોંગ્રેસને બે જગ્યા મળશે. ભાજપને 36 ટકા મત તો શિંદેને 11 ટકા મત મળશે એવું પણ સર્વેમાં જણાયું છે.