Site icon

મહારાષ્ટ્રમાં આજે ચૂંટણી થાય તો શું પરિણામ આવે-એક મીડિયા કંપનીએ અહેવાલ પ્રસિદ્ધ કર્યો-જાણો શું છે તારણ

News Continuous Bureau | Mumbai

શિવસેના(Shivsena) પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સામે  બળવો કરી એકનાથ શિંદે(Eknath Shinde) મુખ્યપ્રધાન(CM) બની ગયા છે. શિવસેનામાં મોટું ભંગાણ પડયું છે, ત્યારે હવે જો લોકસભાની ચૂંટણી(Loksabha Election) થાય છે તેનો સીધો ફાયદો હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને(MNS) થશે એવો અંદાજ એક સર્વેમાં આવ્યો છે.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ(Raj thackeray) 2019માં લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. અપ્રત્યક્ષ રીતે તેમણે કોંગ્રેસ(Congress) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસને(NCP) મદદ કરીને મોદી સરકાર વિરુદ્ધ બ્યુગલ ફૂંક્યું હતું. જોકે હવે મહારાષ્ટ્રમાં સત્તાના સમીકરણો બદલાઈ ગયા છે. શિવસેનામાં પડેલા ભંગાણનો 14 ટકા ફાયદો MNSને થશે એવું જણાઈ આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : આદિત્ય ઠાકરેનો વિડિયો વાયરલ- નિષ્ઠા યાત્રા દરમિયાન નમાજના ભૂંગળા વાગ્યા એટલે રેલી રોકી દીધી

ઈંડિયા ટીવીએ(India TV) એક સર્વે કર્યો છે. સર્વે મુજબ આજે જો લોકસભાની ચૂંટણી થાય તો શિવસેનામાં પડેલા ભંગાણનો કોને કેટલો ફાયદો થશે એવો સવાલ કરવામાં આવ્યો હતો. તેના પર ભાજપને(BJP) 48 ટકા, રાષ્ટ્રવાદી કોંગ્રેસને(NCP) 21 ટકા, કોંગ્રેસને(Congress) 17 ટકા અને મનસેને 14 ટકા ફાયદો થશે એવું આ સર્વેક્ષણમાં જણાયું છે.

લોકસભાની ચૂંટણી થાય તો 48 જગ્યામાંથી ભાજપને 26 જગ્યા મળશે. શિંદે ગ્રુપને 11, રાષ્ટ્રવાદી કોંગ્રેસને છ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના(Shivsena) 3 અને કોંગ્રેસને બે જગ્યા મળશે. ભાજપને 36 ટકા મત તો શિંદેને 11 ટકા મત મળશે એવું પણ સર્વેમાં જણાયું છે.
 

Mehsana Garba Mahotsav 2025: આર.જે. ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ મહેસાણા ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભવ્યાતિ ભવ્ય ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું
National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Exit mobile version