News Continuous Bureau | Mumbai
Karnataka: કર્ણાટકમાં બીજેપીએ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ નસીર હુસૈન ( Naseer Hussain ) વિરુદ્ધ મંગળવારે મોડી રાત્રે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પાર્ટીનો આરોપ છે કે રાજ્યસભાની ચૂંટણીમાં તેમની જીતની ઉજવણી કરતી વખતે હુસૈનના સમર્થકોએ વિધાનસભા પરિસરમાં કથિત રીતે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.
નોંધનીય છે કે, કર્ણાટકની ચાર બેઠકો પર મંગળવારે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીના ( Rajya Sabha elections ) પરિણામોમાં કોંગ્રેસને ત્રણ બેઠકો મળી છે, જ્યારે એક બેઠક ભાજપના ( BJP ) ખાતામાં ગઈ છે. કર્ણાટકમાં કોંગ્રેસના ( Congress ) ત્રણ ઉમેદવારો અજય માકન, ડૉ. સૈયદ નસીર હુસૈન અને જીસી ચંદ્રશેખર અનુક્રમે 47, 46 અને 46 મતોથી જીત્યા હતા. જો કે હવે જીતની ઉજવણીને લઈને હોબાળો મચી ગયો છે. વાસ્તવમાં, ભાજપે એક વીડિયો શેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજ્યસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા પછી તરત જ સૈયદ નસીર હુસૈનના સમર્થકોને વિધાનસભાની અંદર ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના ( Pakistan Zindabad) નારા લગાવતા સાંભળવામાં આવ્યા છે.
#WATCH | On the complaint filed by Karnataka BJP alleging that the supporters of Dr Syed Naseer Hussain raised the pro-Pakistan slogan at Vidhana Soudha, Congress leader Dr Syed Naseer Hussain issued a clarification and said, “Today, as some of our workers and supporters and… https://t.co/Pb1dpjwn83 pic.twitter.com/m0wWWxmO13
— ANI (@ANI) February 27, 2024
જો કોઈએ આવા નારા લગાવ્યા છે. તો તેની સાથે કાયદા મુજબ કડક કાર્યવાહી થવી જોઈએઃ નસીર હુસૈન..
પોલીસ ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આવા નારા લગાવવા એ રાષ્ટ્રીય સન્માનનું ખુલ્લું અપમાન છે અને ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વ સામે ગુનો છે. આ નિવેદન આઈપીસીની કલમ 505 હેઠળ જાહેર દુષ્કર્મ માટે લાયક ઠરે છે કારણ કે તેનો હેતુ ભય પેદા કરવાનો અને સરકાર વિરુદ્ધ નફરત ઉશ્કેરવાનો છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra: મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે 10 ટકા અનામત નીતિ લાગુ, સરકારી આદેશ જારી
દરમિયાન, નાસીર હુસૈને નિવેદન આપતા કહ્યું હતું કે, તેમના સમર્થકોએ નાસીર હુસૈન ઝિંદાબાદ’ ના નારા લગાવ્યા હતા, પાકિસ્તાન ઝિંદાબાદના નારા નહી. તેમણે કહ્યું, તપાસ થવા દો. આજના સમયમાં ટેક્નોલોજી ખૂબ જ અદ્યતન છે…આ વિડીયો એક ષડયંત્ર પણ હોઈ શકે છે.
હુસૈને વધુમાં કહ્યું હતું કે, જો કોઈએ આવા નારા લગાવ્યા છે. તો તેની સાથે કાયદા મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ. આની તપાસ થવી જોઈએ. જો કોઈએ વિડિયો મોર્ફ કર્યો હોય કે તેની સાથે છેડછાડ કરી હોય તો તેની પણ આ અંગે પૂછપરછ થવી જોઈએ અને જો કોઈએ સૂત્રોચ્ચાર કર્યા હોય તો તે વ્યક્તિ કોણ છે, તે વ્યક્તિ ક્યાંથી આવી છે, તે વ્યક્તિ પરિસરમાં કેવી રીતે પ્રવેશ્યો કર્યો અને તે સૂત્રોચ્ચાર કરવા પાછળ, તેનો હેતુ કે ઈરાદો શું હતો તેની યોગ્ય તપાસ થવી જોઈએ.
તેમણે આગળ નિવેદનમાં કહ્યું હતું કે, જ્યાં સુધી મારો સંબંધ છે, જ્યારે હું રાજ્યસભામાં ( Rajya Sabha ) હાજર હતો. ત્યારે આવા નારા લાગ્યા નહોતા, કારણ કે જો મારી હાજરીમાં સૂત્રોચ્ચાર થયા હોત તો મને ખાતરી છે કે કોઈ સમજદાર વ્યક્તિ કે ભારતીય નાગરિક તેને સહન ન કરી શક્યો હોત. તેથી બધાએ તપાસની રાહ જોવી જોઈએ અને જે પણ બહાર આવશે તે બધા સામે જાહેર થશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)