Site icon

Karnataka: કર્ણાટકમાં રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગ્યા, ભાજપે પોલીસમાં ફરિયાદ કરી.

Karnataka: કર્ણાટકમાં રાજ્યસભાની ચૂંટણીના પરિણામો સાંજે જાહેર થઈ ગયા. કોંગ્રેસના ઉમેદવાર નાસિર હુસૈનનો વિજય થયો છે. રાજ્યસભામાં તેમની જીતનો જશ્ન શરૂ થયો. આરોપ છે કે નાસિર હુસૈનની જીત પર તેમના સમર્થકોએ વિધાનસભાની અંદર પાકિસ્તાનના નારા લગાવ્યા હતા. જે બાદ આ વિવાદ શરુ થયો હતો.

After the victory of Congress in the Rajya Sabha elections in Karnataka, there were slogans of 'Pakistan Zindabad', BJP filed a complaint with the police

After the victory of Congress in the Rajya Sabha elections in Karnataka, there were slogans of 'Pakistan Zindabad', BJP filed a complaint with the police

News Continuous Bureau | Mumbai 

Karnataka: કર્ણાટકમાં બીજેપીએ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ નસીર હુસૈન ( Naseer Hussain  ) વિરુદ્ધ મંગળવારે મોડી રાત્રે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પાર્ટીનો આરોપ છે કે રાજ્યસભાની ચૂંટણીમાં તેમની જીતની ઉજવણી કરતી વખતે હુસૈનના સમર્થકોએ વિધાનસભા પરિસરમાં કથિત રીતે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.

Join Our WhatsApp Community

નોંધનીય છે કે, કર્ણાટકની ચાર બેઠકો પર મંગળવારે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીના ( Rajya Sabha elections ) પરિણામોમાં કોંગ્રેસને ત્રણ બેઠકો મળી છે, જ્યારે એક બેઠક ભાજપના ( BJP ) ખાતામાં ગઈ છે. કર્ણાટકમાં કોંગ્રેસના (  Congress ) ત્રણ ઉમેદવારો અજય માકન, ડૉ. સૈયદ નસીર હુસૈન અને જીસી ચંદ્રશેખર અનુક્રમે 47, 46 અને 46 મતોથી જીત્યા હતા. જો કે હવે જીતની ઉજવણીને લઈને હોબાળો મચી ગયો છે. વાસ્તવમાં, ભાજપે એક વીડિયો શેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજ્યસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા પછી તરત જ સૈયદ નસીર હુસૈનના સમર્થકોને વિધાનસભાની અંદર ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના ( Pakistan Zindabad) નારા લગાવતા સાંભળવામાં આવ્યા છે.

 જો કોઈએ આવા નારા લગાવ્યા છે. તો તેની સાથે કાયદા મુજબ કડક કાર્યવાહી થવી જોઈએઃ નસીર હુસૈન..

પોલીસ ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આવા નારા લગાવવા એ રાષ્ટ્રીય સન્માનનું ખુલ્લું અપમાન છે અને ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વ સામે ગુનો છે. આ નિવેદન આઈપીસીની કલમ 505 હેઠળ જાહેર દુષ્કર્મ માટે લાયક ઠરે છે કારણ કે તેનો હેતુ ભય પેદા કરવાનો અને સરકાર વિરુદ્ધ નફરત ઉશ્કેરવાનો છે.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra: મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે 10 ટકા અનામત નીતિ લાગુ, સરકારી આદેશ જારી

દરમિયાન, નાસીર હુસૈને નિવેદન આપતા કહ્યું હતું કે, તેમના સમર્થકોએ નાસીર હુસૈન ઝિંદાબાદ’ ના નારા લગાવ્યા હતા, પાકિસ્તાન ઝિંદાબાદના નારા નહી. તેમણે કહ્યું, તપાસ થવા દો. આજના સમયમાં ટેક્નોલોજી ખૂબ જ અદ્યતન છે…આ વિડીયો એક ષડયંત્ર પણ હોઈ શકે છે.

હુસૈને વધુમાં કહ્યું હતું કે, જો કોઈએ આવા નારા લગાવ્યા છે. તો તેની સાથે કાયદા મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ. આની તપાસ થવી જોઈએ. જો કોઈએ વિડિયો મોર્ફ કર્યો હોય કે તેની સાથે છેડછાડ કરી હોય તો તેની પણ આ અંગે પૂછપરછ થવી જોઈએ અને જો કોઈએ સૂત્રોચ્ચાર કર્યા હોય તો તે વ્યક્તિ કોણ છે, તે વ્યક્તિ ક્યાંથી આવી છે, તે વ્યક્તિ પરિસરમાં કેવી રીતે પ્રવેશ્યો કર્યો અને તે સૂત્રોચ્ચાર કરવા પાછળ, તેનો હેતુ કે ઈરાદો શું હતો તેની યોગ્ય તપાસ થવી જોઈએ.

તેમણે આગળ નિવેદનમાં કહ્યું હતું કે, જ્યાં સુધી મારો સંબંધ છે, જ્યારે હું રાજ્યસભામાં ( Rajya Sabha ) હાજર હતો. ત્યારે આવા નારા લાગ્યા નહોતા, કારણ કે જો મારી હાજરીમાં સૂત્રોચ્ચાર થયા હોત તો મને ખાતરી છે કે કોઈ સમજદાર વ્યક્તિ કે ભારતીય નાગરિક તેને સહન ન કરી શક્યો હોત. તેથી બધાએ તપાસની રાહ જોવી જોઈએ અને જે પણ બહાર આવશે તે બધા સામે જાહેર થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Iran Army Helicopter Crash Isfahan: ઈરાન હેલિકોપ્ટર ક્રેશ: યુદ્ધની દહેશત વચ્ચે ઈસ્ફહાનમાં સૈન્ય હેલિકોપ્ટર ખાબક્યું ૪ લોકોએ જીવ ગુમાવ્યા..
Steve Bucknor: ક્રિકેટ પ્રેમીઓ માટે ચોંકાવનારો ખુલાસો: દિગ્ગજ અમ્પાયર સ્ટીવ બકનરે સચિન તેંડુલકર સામેના વિવાદાસ્પદ નિર્ણયો બદલ માફી માંગી.
Gold-Silver Rates Crash: સોના-ચાંદીના ભાવમાં ભારે ગાબડું! ચાંદીના ભાવમાં ₹૨૧૦૦નો કડાકો, જાણો તમારા શહેરમાં શું છે લેટેસ્ટ રેટ
Maharashtra BJP Reorganization: મહારાષ્ટ્ર ભાજપ એક્શન મોડમાં! પ્રદેશ અધ્યક્ષની નવી ટીમમાં કોનું કદ વધ્યું અને કોની બાદબાકી થઈ? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Exit mobile version