ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
28 ઓગસ્ટ 2020
મહારાષ્ટ્ર પરભણી ના નારાજ સાંસદ સંજય જાદવ શુક્રવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા મુંબઈ આવશે. સંભાવના છે કે ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ તેઓ પોતાનું રાજીનામું પાછું ખેંચી લે. પોતાના મતવિસ્તારમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના વધુ પડતા દખલ થી સાંસદ સંજય જાદવ રોષે ભરાયા હતા. પરંતુ શિવસેનાના સચિવ અને ઉદ્ધવ ઠાકરેના કરીબી નાર્વેકરે મધ્યસ્થી કરી સંજય જાદવ ને કોઈ અંતિમ પગલું ભરવાની ના કહી હતી. આ સોંગ શિવસેનાના સચિવે એનસીપીના પ્રમુખ જયંત પાટીલ સાથે પણ વાતચીત દ્વારા કોઈ રસ્તો કાઢવાની વિનંતી કરી હતી.
જાધવે શિવસેનાના કાર્યકરોની નિમણૂક માટે વારંવાર વિનંતીઓ કરવા છતાં જિંતુર કૃષિ પેદાશ બજાર સમિતિમાં બિન-સરકારી સભ્યોની નિમણૂક અંગે નિરાશા થયાં હતાં. આઠ મહિનાથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં તેમની અરજીનો વિચાર કરવામાં આવ્યો ન હતો. જાધવે રાજીનામામાં દલીલ કરી હતી કે 'જ્યારે ન્યાય આપવામાં નહીં આવે ત્યારે સાંસદ રહેવાનો કોઈ અર્થ નથી, કારણકે તેઓ આવી રીતે પોતાનાં સંસદીય ક્ષેત્રના પક્ષના કાર્યકરોને ન્યાય નહીં આપી શકે..'
શિવસેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે નાર્વેકરે દરમિયાનગીરી કરી અને જાધવ સાથે વાત કરી, તેમને તેમના નિર્ણય પર પુનર્વિચારણા કરવા કહ્યું. સાથે જ સ્થાનિક સ્તરે આ મુદ્દાનો હલ લાવવાની ખાતરી આપી હતી.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com