ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
19 ઓગસ્ટ 2020
કોંગ્રેસમાં હાલ નેતૃત્વ પરિવર્તનની વાત ચર્ચાઈ રહી છે. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધીને પ્રમુખ તરીકે જોવા માંગે છે. પરંતુ, રાહુલ ગાંધી પોતે આ જવાબદારી ઉઠાવવા તૈયાર નથી. ગયા વર્ષે લોકસભાની ચૂંટણી બાદ, પોતાની હારની જવાબદારી સ્વીકારી રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું.
હાલમાં જ તેમણે એક મેગેઝિનને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, "કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા માટે મારે કોંગ્રેસ અધ્યક્ષ બનવાની જરૂર નથી. 2019 ની ચૂંટણીની હાર માટે જવાબદાર છું એ સ્વીકારીને જ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી ચૂક્યો છું, પાર્ટીને જ્યારે પણ મારી જરૂર હશે હું અહીં જ છું. મને દરેક કોંગ્રેસી પર વિશ્વાસ છે.. આથી જ પક્ષ માટે મારે ચૂંટણી લડવાની કે તેને મજબૂત કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ બનવાની જરૂર નથી."
રાહુલ ગાંધીના આ નિર્ણયને બહેન પ્રિયંકા ગાંધીએ પણ સમર્થન આપ્યું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી માને છે કે એક 'બિન ગાંધી' વ્યક્તિની પાર્ટી અધ્યક્ષ તરીકે નિમણૂંક થવી જોઈએ. પાર્ટીનું નેતૃત્વ કરવા માટે ઘણા સક્ષમ કોંગ્રેસીઓ છે, અને દરેક પર અમને ભરોસો છે."
રાહુલના રાજીનામાં બાદ ગયાં એક વર્ષથી સોનિયા ગાંધી કાર્યકારી પક્ષ પ્રમુખ તરીકે પદ સંભાળી રહયાં છે. પરંતુ બધા જાણે છે કે જલ્દીથી જ કોંગ્રેસે સ્થાયી પક્ષ પ્રમુખ ની નિમણૂક કરવી જ પડશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com