Site icon

Agricultural Land Gujarat : બીન ખેતી પ્રક્રિયામાં જમીનધારકને જમીનનું મહેસુલી પ્રમાણપત્ર ઝડપથી આપવાનો અભિગમ, ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે

Agricultural Land Gujarat : રાજ્યમાં ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ મંજૂર તથા પ્રિમિયમની અને એન.એ.ની પરવાનગી કાર્યવાહીમાં વધુ સરળીકરણ

Agricultural Land Gujarat There will be no need to pay a premium for non cultivation of agricultural land in municipalities and rural areas In gujarat

Agricultural Land Gujarat There will be no need to pay a premium for non cultivation of agricultural land in municipalities and rural areas In gujarat

News Continuous Bureau | Mumbai 

Agricultural Land Gujarat 

Join Our WhatsApp Community

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના આ નિર્ણયોથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર, ધંધા-રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે.

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારના સફળ સુશાસનમાં સિટિઝન સેન્ટ્રિક આ નિર્ણયોથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ લોકોપયોગી બનાવી શકાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયોની ભૂમિકા આપતાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ખેતીના હેતુ માટે ધારણ કરેલ નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનના વેચાણ, તબદીલી તથા હેતુફેર/ શરતફેરના કિસ્સાઓમાં સંબંધિત કલેક્ટર કે યથા પ્રસંગ સરકારની નક્કી કરેલ શરતોને આધીન પૂર્વમંજૂરી લેવાની પ્રથા હાલ અમલમાં છે. ઉપરાંત આવી જમીનો શરતફેર કરવાના સમયે ખેડૂતોને જરૂરી પ્રિમિયમ પણ ભરવાનું રહે છે.

મુખ્યમંત્રીશ્રીએ આવા કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે. તે અનુસાર રાજ્યની મહાનગરપાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે.

આના પરિણામે ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રિમિયમમાંથી મુક્તિ મળશે અને આવી જમીનો અંગે જે તે મામલતદારે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે (suo-motu) નોંધ પાડવાની રહેશે.

પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ ક્રાંતિકારી નિર્ણયોના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને જમીનની ખરીદી, વેચાણ તબદીલી માટે શરતફેરની વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે. બિનખેતી હેતુ માટે પ્રિમિયમને પાત્ર જમીનો ઉપર ઉદ્યોગ, ધંધા,વેપાર સ્થાપવા માટે જૂનીશરતમાં ફેરવવાની જરૂર નહીં રહેવાના કારણે ઔદ્યોગિકરણ તથા વિકાસને વેગ મળશે, રોજગારી તથા રાજ્યનો જી.ડી.પી. પણ વધશે. નાના ખેડૂતો કે જમીન ધારકોના જીવન ધોરણમાં સુધારો થશે અને જમીનધારકોને વેચાણ સમયે પૂરતું મૂલ્ય મળશે. તથા સરકારી કચેરીઓમાં પ્રિમિયમ ભરવા જવામાંથી મુક્તિ મળશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં રાજ્યના મહેસૂલ વિભાગે બિનખેતી પ્રક્રિયામાં સરળીકરણ માટે મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારના પ્રમાણપત્રની જોગવાઈ પણ કરી છે.

પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યુ કે, વિકાસને વેગવંતો બનાવવા રાજ્ય સરકારે લોકાભિમુખ વહીવટની પરંપરાને આગળ ધપાવીને મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર આપવાની જે વ્યવસ્થા ઊભી કરી છે તેની મુખ્ય બાબતો આ પ્રમાણે છે –

* સંબંધિત કલેકટરશ્રીને અરજી કર્યાની તારીખથી ૩૦ દિવસમાં નિર્ણય કરવાની જેાગવાઈ કરવામાં આવી છે.
* પ્રમાણપત્ર મેળવ્યા બાદ જો બિનખેતીની અરજી કરવામાં આવે તો ૧૦ દિવસમાં પ્રિમિયમ/દંડ/રૂપાંતરણ/વિશેષધારો ભરવા માટે જાણ કરવામાં આવશે.
* પ્રમાણપત્ર વિના પણ બિનખેતી અરજી કરવામાં આવે તો હાલની વ્યવસ્થા મુજબ નિર્ણય કરવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય એ પણ કર્યો છે કે, ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તથા મૂળથી જૂની શરત/ બિનખેતી માટે પ્રિમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે બિનખેતીમાં ફેરવવાની અરજદારની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર અરજીની તારીખથી ૨૫ વર્ષ પહેલાના રેકર્ડને ધ્યાને લેવાનું રહેશે નહિ.

આ સમાચાર પણ વાંચો :  Khel Mahakumbh : ખેલ મહાકુંભ-૩.૦માં નવયુગ કોમર્સ કોલેજના વિદ્યાર્થીએ રાજ્ય કક્ષાએ બોક્ષિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે એમ પણ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આ નિર્ણયોથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ મુજબના વિકસિત ભારત @ 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશા વધુ વેગવાન બનશે. ગુજરાતમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસથી એક ડગલું આગળ વધીને “કમ્ફર્ટ ઓફ ડુઈંગ બિઝનેસ” અને મેક્ઝિમમ ગવર્નન્સ-મિનિમમ ગવર્નમેન્ટ ચરિતાર્થ થશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Mumbai Mayor Race:મુંબઈના મેયરની ખુરશી પર કોણ? ભાજપની ‘ટોપ 10’ મહિલા લિસ્ટમાં આ 3 નામ સૌથી શક્તિશાળી; જાણો કોણ મારી જશે બાજી.
BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Exit mobile version